માંગરોળ તાલુકાના વાંકલ ગામે પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવાની ઉપસ્થિતિમાં યોજાયેલ યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમ 1007 પ્રશ્નોનો સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારના લોકોને સરકારી કચેરીમાં ધક્કા ખાવા ન પડે અને ઘર આંગણે સરળતાથી આધારકાર્ડ, રેશનકાર્ડ સહિત અનેક પ્રકારના કામો થઈ શકે એ માટે સેવા સેતુ કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે.
હાલ આઠમા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ વાંકલ ગામની પ્રાથમિક શાળા ખાતે પૂર્વમંત્રી ગણપતભાઈ વસાવાના હસ્તે કરવામાં આવ્યો હતો. આસપાસ વિસ્તારના 30 જેટલા ગામના લાભાર્થીઓ સેવા સેતુ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં આધારકાર્ડ, રેશનકાર્ડ, વિધવા સહાય, વૃદ્ધ પેન્શન યોજના વગેરેના મંજૂરીથી પરિપત્રો અગ્રણી આગેવાનોના હસ્તે લાભાર્થીઓને એનાયત કરાયા હતા, તેમજ અનેક પ્રકારની યોજનાના લાભો લાભાર્થી સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વાંકલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા સેવાસેતુ કાર્યક્રમમાં આરોગ્ય કેમ્પ યોજવામાં આવ્યો હતો. ખેતીવાડી વિભાગ તેમજ સરકારની વિવિધ કચેરીઓના પ્રતિનિધિઓ દ્વારા સેવા સેતુ કાર્યક્રમમાં 1007 જેટલા પ્રશ્નોનો નિકાલ સ્થળ ઉપર કરવામાં આવ્યા છે. કુલ 100 ટકા કામગીરી સેવાસેતુ કાર્યક્રમમાં થઇ હતી.
આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતભાઇ વસાવા એ જણાવ્યું કે છેવાડાના માનવી સુધી સરકારી યોજના મહત્તમ લાભો પહોંચાડવા રાજ્ય સરકાર સંકલ્પબધ્ધ છે સરકારની સેતુ સેવા લક્ષી કામગીરીને તેમણે બિરદાવી હતી. આ પ્રસંગે સુરત જિલ્લા ભાજપના મહામંત્રી દીપકભાઈ વસાવા સહકાર અને સિંચાઇ સમિતિના ચેરમેન અફઝલખાન ખાન પઠાણ, અનિલભાઈ શાહ, તાલુકા પંચાયત પ્રમુખ ચંદનબેન ગામીત, તાલુકા પંચાયત સદસ્યો ડો. યુવરાજસિંહ સોનારીયા, તૃપ્તિબેન મૈસુરીયા, ભૂમિ બેન વસાવા, સ્થાનિક આગેવાનો, જગદીશભાઈ ગામીત, નારણભાઈ પટેલ, ઠાકોરલાલ ચૌધરી તેમજ લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
વિનોદ મૈસૂરિયા : વાંકલ