સેવાસેતુ કાર્યક્રમ એટલે કે લોકોને ઘરબેઠા તમામ પ્રકારની સરકારી સુવિધાઓ મળી રહે કોઈપણ સરકારી યોજનાકિય લાભ માટે તાલુકા લેવલે આવવું ના પડે અને ઘરે બેઠા અરજદારોને જેમ કે આવકના દાખલા, જાતિના દાખલા, જન્મ મરણ નોંધણી, આયુષ્યમાન કાર્ડ, શ્રમકાર્ડ તેમજ અન્ય કચેરીના લાભો મળી રહે તે હેતુથી સરકાર દ્વારા આ સેવા સેતુ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવે છે. આજે લીંબડી તાલુકાના અંકેવાળીયા ગામે આ સેવા સેતુ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ કૃષ્ણસિહ રાણા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ વિક્રમભાઈ વડેખણીયા, તાલુકા વિકાસ અધિકારી આર.જી.વણકર, રામભા ઝાલા સહિતના ગામના આગેવાનો હાજર રહ્યા હતા ત્યારે આ સેવાનો લાભ અંકેવાળીયા સહિત અન્ય પાચ ગામોએ લાભ લીધો હતો.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
Advertisement