Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ જિલ્લા પોલીસ વડા તરીકે ડો.લીના પાટીલે ચાર્જ સંભાળ્યા બાદથી દારૂ, જુગારના અડ્ડાઓ પર પોલીસના સતત દરોડા,અનેક જુગારીઓ અને બુટલેગરો જેલ ભેગા..!!

Share

ભરૂચ જિલ્લાના નવા પોલીસ વડા તરીકે ડો.લીના પાટીલે ૨૪ કલાક પહેલા જ ચાર્જ સંભાળ્યો છે, જે બાદથી સતત જિલ્લામાં પોલીસના એક બાદ એક દરોડામાં અનેક જુગારીઓ તેમજ બુટલેગરોને જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે, બેફામ અને બિન્દાસ બની જુગાર રમતા તત્વો અને નશાનો વેપલો કરતા તત્વો પોલીસની પકડમાં આવી રહ્યા છે.

ભરૂચ જિલ્લા પોલીસે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં છેલ્લા ૨૪ કલાકમાં દરોડા પાડ્યા હતા, જેમાં નેત્રંગના દોલતપુરા ગામ ખાતે જુગાર રમતા ૧૧ જુગારીઓ હજારોના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા તો ઝાડેશ્વર ચોકડી વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી શરાબ ભરેલ કાર સાથે એક બુટલેગરની પોલીસે ધરપકડ કરી હતી.

Advertisement

જે બાદ ભરૂચ એ ડિવિઝન પોલીસ દ્વારા પાલેજ ખાતે અલહબીબ શોપિંગ સેન્ટર પાછળ ખુલ્લી જગ્યામાં આંક ફરકના આંકડા લખતા અને લખાવતા કુલ ચાર ઇસમોને રોકડ ૩૩ હજાર સહિત કુલ ૬૫ હજાર ઉપરાંતના મુદ્દામાલ સાથે હુસેનખાન મહંમદ ખાન પઠાણ રહે,નવી નગરી પાલેજ, ઈશ્વરભાઈ ધૂળાભાઈ મારવાડી રહે,રબારી વાડ, સરભાણ, રમણ અંબુ વસાવા રહે,બાબરી મસ્જીદ, વલણ, ભગવાન ચંદુ ભાઈ પાટણવાડિયા રહે, નવી નગરી,સીમલિયા નાઓને ઝડપી પાડ્યા હતા, તેમજ જુના પીકઅપ બસ સ્ટેન્ડ નજીક આવેલ ખુલ્લી જગ્યા એથી પોલીસે સિકંદર અહેમદ સૈયદ રહે,હાઈસ્કૂલ પાછળ, પાલેજ અને યુનુસ મુસાભાઈ ધારિયા રહે,મેઇન રોડ,કહાન નાઓને ઝડપી પાડી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

જ્યારે અંકલેશ્વરમાં પણ પોલીસનો સપાટો જોવા મળ્યો હતો જેમાં તાડફળીયા વિસ્તારમાં સટ્ટા બેટિંગનો જુગાર રમાડનાર અને રમનારા ત્રણ ઈસમો હજારોના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા, જેમાં જુગાર રમાડનાર વિજયભાઈ દલપત વસાવા,રહે,તાડ ફળીયા,બિપિન રમેશચંદ્ર મહેતા રહે,ગુ.હા બોર્ડ, કરશન વાડી તેમજ યુસુફ ઇસ્માઇલ પટેલ રહે,તલાવીયા વાડ નાઓને અંકલેશ્વર શહેર પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

તો બીજી તરફ બુટલેગરો સામે પણ પોલીસે તવાઈ બોલાવી વિવિધ સ્થળે દરોડાઓ પાડ્યા હતા જેમાં અંકલેશ્વરના નવા ધંતૂરિયા ગામે ટેકરા ફળિયામાં વિદેશી દારૂના જથ્થા સાથે જયેશ ગોમાન વસાવા રહે,નવા ધનતૂરિયા નાઓને ઝડપી પાડી તેની પાસેથી કુલ ૫૦,૯૦૦ નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો તેમજ અન્ય એક બુટલેગર દશરથ ઉર્ફે દશુ બાલુ ભાઈ વસાવા રહે,હજાત અંકલેશ્વર નાને પોલીસે વોન્ટેડ જાહેર કરી મામલે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

જ્યારે અન્ય એક દરોડામાં અંકલેશ્વરના સજોદ ગામે ક્રિષ્નનગર સોસાયટીમાં ક્રાઇમ બ્રાંચે દરોડા પાડી વિદેશી શરાબ મારુતિ ૮૦૦ કાર સહિત કુલ ૧,૦૯,૬૦૦ ના મુદ્દામાલ સાથે બુટલેગર તેજશ જસવંત ભાઈ પટેલ રહે,સજોદ નાઓની ધરપકડ કરી સતીષ ઉર્ફે સતલો ગાંડો વસાવાને વૉન્ટેડ જાહેર કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

આમ ભરૂચ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન અનેક દારૂ, જુગારના કેસો કરી પોલીસે નશાનો વેપલો કરતા તત્ત્વો અને ખેલીઓને ઝડપી પાડતા બે નંબરી તત્વોમાં ફફડાટની લાગણી છવાઈ જવા પામી હતી, તેમજ નવા એસ.પી ગુનેગારી તત્વો સામે ખૂબ કડકાઈ દાખવે છે તેવી ચર્ચાઓ ટોક ઓફ ધી ટાઉન ગુનેગારી આલમમાં બની છે.

બુટલેગરો સામે પોલીસના એક બાદ એક દરોડા બાદ જિલ્લામાં છૂપો અને છૂટો છવાયો શરાબનો વેપલો કરતા બુટલેગરો કહેવા લાગ્યા હવે છેલ્લો માલ છે, ભાવ વધારે છે, પછી ખબર નહિ હવે લાઇન ચાલુ થશે કે નહીં..! જોઈએ તો લઇ જાવ બાકી આવતી કાલે આ પણ નહીં મળે,આ પ્રકારના શબ્દોની બોલ બોલા હવે વહેતી થઇ છે, ત્યારે આશા રાખીએ કે નશાનો વેપલો કરતા આવા તત્વોમાં પોલીસનો ખોફ બની રહે, નહી તો આ પ્રકારના માહોલ બાદ કોઇ વહીવટદાર બાજ નજરે તકનો લાભ ઉઠાવી ન જાય તેમ પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે.

હારુન પટેલ : ભરૂચ


Share

Related posts

રાજપીપળા નગરપાલિકાનાં નવા પ્રમુખે રજપૂત સમાજની વાડી ખાતે કોવિડ વેક્સિન માટેનું આયોજન કર્યું : પ્રથમ દિવસે 120 લોકોએ વેક્સિનનો લાભ લીધો.

ProudOfGujarat

ગુજરાતમાં 33 દિ’ સ્વાઇન ફ્લૂના 842 કેસ, 21ના મોત 55 કેસ નવા નોંધાયા..

ProudOfGujarat

જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીનું જિલ્લા સમાહર્તા દ્વારા ઉદ્ઘાટન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!