ભરૂચના પાલેજ વિસ્તારમાંથી બે જગ્યાઓ પરથી છ જુગારીઓને ભરૂચ ડિવિઝન પોલીસ ટીમે ઝડપી પાડયા છે.
મળતી વિગતો અનુસાર ભરૂચ જિલ્લા પોલીસ વડા ડોક્ટર લીના પાટીલ દ્વારા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવા માટે સૂચના આપવામાં આવેલ આથી ભરૂચ પોલીસ પાલેજ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય તે સમયે બાતમી મળેલ કે અલહબીબ શોપિંગ સેન્ટર પાછળ અને જૂના બસ સ્ટેન્ડ પાસે કેટલાક શખ્સ આંક ફરકના આંકડાનો જુગાર રમતા હોય જે બાતમીના આધારે પોલીસે બંને સ્થળો પર દરોડો પાડતા અલહબીબ શોપિંગ સેન્ટર પાસે દરોડો પાડતા હુસેન ખાન મહંમદખાન પઠાણ રહેઠાણ નવીનગરી પાલેજ, ઇશ્વરભાઇ ધુળાભાઈ મારવાડી રહે. આમોદ, રમણભાઈ અંબુભાઈ વસાવા રહે.બાબરી મસ્જિદ વલણ કરજણ, ભગવાનભાઈ ચંદુભાઇ પાટણવાડીયા રહે.નવીનગરી સીમલીયા ભરૂચને પોલીસે દરોડા દરમિયાન આંખ ફરકના આંકડા લખતા રોકડ રકમ રૂપિયા 33100, એક મોબાઇલ ફોન કિંમત રૂપિયા 5,000 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા છે.
તેમજ પોલીસે જુના પીકઅપ બસ સ્ટેન્ડ પાસે દરોડો પાડતા સિકંદર અહેમદ સૈયદ રહે. એસકે નગર હાઈસ્કૂલની પાછળ પાલેજ, યુનુસ મુસાભાઇ ધારિયા રહે. મેઇન રોડ કહાન તાલુકો જીલ્લો ભરૂચ એમ પોલીસે બંને સ્થળો પર દરોડો પાડી આરોપીઓને આંખ ફરકના આંકડા લખતા હોય જેને પોલીસે કુલ રૂ. 22300 મોબાઈલ નંગ એક કિંમત રૂપિયા 5,000 મળી કુલ છ આરોપીઓને પોલીસે ઝડપી લઇ કુલ રૂપિયા 65,400 ના મુદ્દામાલ સાથે 6 આરોપીઓને ઝડપી લઇ જુગાર ધારા મુજબની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.