Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકાના પિપદરા તેમજ કાંટીદરા ગામે બ્લોકની કામગીરીનું ખાતમુહૂર્ત કરાયુ.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના પિપદરા અને કાંટીદરા ગામોએ બ્લોક બેસાડવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે ઝઘડીયા તાલુકા પંચાયતના પ્રમુખ રીનાબેન વસાવાની વિશેષ ઉપસ્થિતિમાં તાલુકા પંચાયતની સારસા બેઠકના વિસ્તારના આ ગામોએ આજરોજ આયોજિત કાર્યક્રમમા ગ્રામજનો સાથે શુભેચ્છા મુલાકાત કરવામાં આવી હતી.

આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ રીનાબેન વસાવા, તાલુકા પંચાયતની સારસા બેઠકના સદસ્ય આરતીબેન પટેલ, સામાજિક અગ્રણી દિનેશ વસાવા, યુવા કાર્યકર હિરલ પટેલ, પિપદરાના સરપંચ સંગીતાબેન વસાવા તેમજ ગામ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગામમાં બ્લોક બેસાડવાની કામગીરી શરુ થતાં ગ્રામજનોએ આનંદ વ્યક્ત કર્યો હતો. ત્યાર બાદ અવિધા તેમજ કરાડ ગામના સરપંચો સાથે પણ શુભેચ્છા મુલાકાત કરવામાં આવી હતી. ઉપરાંત તાલુકા પંચાયતના પ્રમુખ રીનાબેન વસાવા દ્વારા ઝઘડિયાથી વાલીયાને જોડતા માર્ગ પર જાતે હાજર રહીને માર્ગના મરામતની કામગીરી કરાવવામાં આવી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

નવસારીમાં આઈસ ફેક્ટરીમાં એમોનિયા ગેસ લીકેજની ઘટનામાં 40 થી વધુ લોકોને અસર

ProudOfGujarat

Bollywood Queen Urvashi Rautela to be the first Asian Indian actress to feature on Iraq’s Magazine cover, check it out

ProudOfGujarat

ભરૂચ મદદનીશ શિક્ષક તરીકેના નિયમિત પગાર ધોરણમાં સમાવવાના હુકમ ૫ શિક્ષકોને એનાયત કરાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!