Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : નેત્રંગ ખાતે રેલ્વેના દબાણમાં ઘર વિહોણા બનેલા પરિવારોએ કલેક્ટર કચેરી ખાતે ઠાઠરી લઈ વિરોધ પ્રદર્શન કર્યું..!

Share

ગત તારીખ ૩૦/૦૩/૨૦૨૨ ના રોજ ભરૂચ જિલ્લાના નેત્રંગ પંથકમાં આવેલ એસ.ટી ડેપો તેમજ જ્વાહર બજાર વિસ્તારોના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં અંદાજીત ૨૦૦ થી વધુ મકાનો અને દુકાનોના ગેરકાયદેસર બાંધકામ તંત્ર દ્વારા જેસીબી વડે તોડી કાઢવામાં આવતા સ્થાનિકોએ વર્ષો જૂનો પોતાનો આશરો છોડવાની નોબત આવી હતી.

રેલવે તંત્રની કાર્યવાહીના પગલે અનેક પરિવારો ખુલ્લા આસમાન નીચે પોતાનો આશરો લેવા મજબુર બન્યા છે ત્યારે આજરોજ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે નેત્રંગ પંથકમાં ઘર વિહોણા બનેલા પરિવારોએ આવી પહોંચી ગરીબીની ઠાઠરી કાઢી કલેક્ટર કચેરીના કંપાઉન્ડમાં જ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી મહામહિમ રાજ્યપાલને સંબોધિત આવેદનપત્ર કલેક્ટરને પાઠવી તેઓને તંત્ર રી સેટલમેન્ટ કરી આપવામાં આવે તેવી માંગ કરી હતી.

હારુન પટેલ : ભરૂચ

Advertisement

Share

Related posts

બપોરે 4 વાગ્યે દુકાનો બંધ રાખવાના જાહેરનામાનાં પગલે નેત્રંગમાં ખાતર બિયારણ અને યુરિયાની ખરીદી માટે બજારોમાં લાંબી કતારો જોવા મળી.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના તવડી નજીકથી ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે એક ઇસમ ઝડપાયો

ProudOfGujarat

માંગરોળ તાલુકાનાં વાંકલમાં રાત્રીનાં સમયે દીપડો ટહેલતા દેખાતા ભયનો માહોલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!