ભરૂચ આમ આદમી પાર્ટી યુથ વિંગ ભરૂચ જિલ્લા દ્વારા આજે રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીને સંબોધિત એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતના યુવાનોના આવાજને બુલંદ કરનાર વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પર થયેલા કેસો પરત ખેંચવા અને એલ.આર.ડી ની પરીક્ષામાં કોઈ ગેરરીતી ન થાય માટે તકેદારી રાખવાની માંગ સાથે ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે યુવરાજસિંહ જાડેજા ઉપર જ ખોટા કેસો શું કામ..? કારણ કે યુવરાજસિંહ જાડેજા ગુજરાતના યુવાનોના હિત માટે તમારી સરકારમાં પરીક્ષાઓમાં થતા કૌભાંડો બાહર લાવવાનું કામ કરી રહ્યા છે ત્યારે આવનારી ૧૦ એપ્રિલે કોન્સ્ટેબલની પરીક્ષા આવી રહી છે, આજે ગુજરાતના યુવાનો એકમાત્ર યુવરાજસિંહ જાડેજા ઉપર ભરોસો રાખી ગેરરીતિ અંગેની માહિતી આપી રહ્યા હોય આ પરીક્ષામાં યુવરાજસિંહ સરકાર સામે કોઈ કૌભાંડ બહાર ના લાવે તે માટે ખોટા કેસો કરી જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે, જેથી સરકારના મળતીયાઓ પેપર ફોડીને વેપાર કરી શકે.? આ ખૂબ ગંભીર મામલો હોય અમને યુવરાજસિંહ વિરુદ્ધ કાવતરાની શંકા છે, તેવા આક્ષેપો કરી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
હારુન પટેલ : ભરૂચ