માંગરોળ તાલુકાના વાંકલ ગામે તારીખ 9 એપ્રિલે 30 ગામનો સેવા સેતુ કાર્યક્રમ યોજાશે. રાજ્ય સરકાર દ્વારા 8 મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગ્રામ્ય વિસ્તારના લોકોને સરકારી કચેરીના ધક્કા ન ખાવા પડે અને સંખ્યાબંધ નાના-મોટા સરકારી કામ આધારકાર્ડ રેશનકાર્ડ વિધવા સહાય સહિતના અનેક કામોના સ્થળ પર નિકાલ થાય જેવા મૂળ હેતુથી સેવા સેતુ કાર્યક્રમ અમલમાં મુકાયો છે. જેના ભાગરૂપે વાંકલ પ્રાથમિક શાળા ખાતે તારીખ 9 એપ્રિલના રોજ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરાયું છે. 9:00 થી બપોરના બે કલાક સુધી અરજીઓ સ્વીકારવામા આવશે. આ સેવા સેતુ કાર્યક્રમમાં ઝંખવાવ, ઇસનપુર, કંટવાવ, પાતલદેવી, માંડણ, બોરીયા, સેલારપુર, વડ આંબાવાડી, ભડકુવા, ખરેડા, અમરકુઈ કેવડી કુંડ, વાંકલ, નાંદોલા, વસરાવી, ઝરણી, વેરાકુઈ, નાની ફળી, ઓગણીસા વસરાવી, સણધરા, કંસાલી, આમખુટા, ગડકાછ, ઘોડબાર, રટોટી, ઝરણી, ઝીનોરા ગામનો સમાવેશ કરાયો છે.
વિનોદ મૈસૂરિયા : વાંકલ