વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિજિટલ ઇન્ડિયાનો ઉપયોગ વધારવાના સૂચનકર્યા બાદ દેશભરમાં ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ સૌથી વધુ થઈ રહ્યો છે. જેમાં ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી અને તેના કાર્યકરો સોશિયલ મીડિયા મારફતે સૌથી વધુ એક્ટિવ જણાઈ રહ્યા છે. તો ભાજપના કાર્યક્રમમાં વિકાસના કામો અને ચૂંટણીલક્ષી આયોજન અંગે સોશિયલ મીડિયામાં સૌથી ફાસ્ટ કામગીરી ભાજપમાં ચાલી રહી છે.
ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપાના પ્રદેશના મીડિયા કન્વીનર યજ્ઞેશભાઇ દવેનું રાજપીપલામાં આગમન થયું હતું. આગામી વિધાનસભાની ચૂંટણીઓ ટાણે નર્મદા જિલ્લાની બે વિધાનસભા દેડીયાપાડા નાંદોદ તાલુકાની વિધાનસભા ભાજપે ગુમાવી છે ત્યારે આ વખતની ચૂંટણીમાં બંને વિધાનસભા કેવી રીતે જીતી શકાય તેની જાત માહિતી મેળવવા અને સર્વે કરવાની કામગીરી ભાજપે શરૂ કરી દીધી છે.
જેમાં આજરોજ રાજપીપળા ખાતે સર્કિટ હાઉસ ખાતે નર્મદા જિલ્લાના મીડિયા કર્મીઓ સાથે એક ઔપચારિક બેઠક કરી હતી. પત્રકારોએ જરૂરી માહિતી અને જિલ્લાના વિકાસ માટેના સુચનો પણ કર્યા હતા. ત્યારબાદ ભાજપા કાર્યકર આગેવાનો સાથે થયેલી બેઠકમાં આગામી વિધાનસભાની ચૂંટણી અંગે માહિતી મેળવી અને માર્ગદર્શન આપ્યું હતું.
જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ અને મહામંત્રી નીલ રાવની ઉપસ્થિતિમાં પત્રકારો સાથે નર્મદા જિલ્લાની વિધાનસભાની બેઠક માટે ચર્ચાઓ કરી હતી. આ પ્રસંગે જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલે યજ્ઞેશભાઇ દવેનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું.
દીપક જગતાપ, રાજપીપલા