Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા : ધારાસભ્ય સી.કે.રાઉલજી દ્વારા વડેલાવ ગામે નવીન પંચાયત ઘરનું ખાતમુહૂર્ત.

Share

દેશમાં આઝાદી કા અમૃત મહોસત્વ ઉજવણીના અંતર્ગત ગામડાંના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ વિકાસના કામો મંજુર કરવામાં આવ્યા છે. ત્યારે ગોધરા વિધાનસભાના ધારાસભ્ય સી.કે.રાઉલજી દ્વારા તેઓની રજુઆત થી સરકાર દ્વારા મંજુર કરવામાં આવેલ ૫૮ નવીન પંચાયત ઘર પૈકી ગોધરા તાલુકાના વડેલાવ ગામે ૧૪ લાખના ખર્ચે તલાટીના નિવાસસ્થાન સાથેનું નવીન પંચાયત ઘર નું ખાતમુહૂર્ત ધારાસભ્ય સી.કે.રાઉલજી ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા પંચાયતના દંડક એ.બી પરમાર ઉપસ્થિત રહ્યા હતાં. આ ઉપરાંત નવીન બની રહેલ પંચાયત ઘર માં ચૂંટાયેલા સરપંચ, ડેપ્યુટી સરપંચ સદસ્યો અને ગ્રામજનો ને તમામ પ્રકારની સરકારી યોજનાઓ લાભો સહિત સુવિધાઓ મળી રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી ના નેતૃત્વ અને માર્ગદર્શન, સંવેદનશીલ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ અદયક્ષ સી.આર. પાટીલજી દ્વારા રાજ્યના છેવાડાનાં માનવી સુધી વિકાસના કામો નિરંતર મળે અને ગામડાનો વિકાસ થાય, સમૃધ્ધ બને તેવા કાર્યો થઈ રહ્યા છે. અને લાખો રૂપિયાના વિકાસના કામો અંતરીયાળ ગામોમાં કરવામાં આવી રહ્યાં છે.વડેલાવ ગામના વિકાસ માટે આગામી સમયમાં રસ્તો, પીવાના પાણી માટે નલ સે જલ ની યોજના, ગામને વિક્ષેપ વગરની વીજળી, સિંચાઇની સુવિધા સહિત અન્ય પ્રાથમિક સુવિધાના વિકાસના કામોનુ પણ ખાતમૂહુર્ત અને લોકાર્પણ કાર્યક્રમ યોજાશે તમામ ગ્રામજનોએ ધારાસભ્ય ગોધરા નું ભવ્ય સ્વાગત કરી ગામમાં કરેલ વિકાસ માટે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો આ કાર્યકમ જિલ્લા પંચાયત પંચમહાલના દડક અરવિંદસિંહ પરમાર તાલુકા પંચાયત સભ્યઓ, પી.એલ બારીયા, મોહનભાઇ સંઘાડા , ગામના સરપંચ ડેપ્યુટી સરપંચ, માજી સરપંચ, ગ્રામ પંચાયતના સદસ્ય તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

અંકલેશ્વર વાલીયા મુખ્ય માર્ગ ઉપર આવેલ ભડકોદ્રા ગામ પાસે જલ દર્શન ની પાછળ તેમજ પાસે ના ભાગે લોકો કચરો નાખી રહ્યા છે

ProudOfGujarat

નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધી ચોક ખાતે 150મી ગાંધી જયંતીની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં પોલીયો બુથ પર ત્રણ દિવસીય પોલિયો રસીકરણ ઝૂંબેશ યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!