ગુજરાત રાજયમાં ગૌણ ખનીજ સાદી રેતી / બલેક્ટ્રેપ / ગ્રેનાઈટ વગેરેમાં ઇ – ઓક્શન દ્વારા થયેલી હરાજીમાં બ્લોક ધારકોને પડતી મુશ્કેલીઓના સમાધાન અંગે છોટાઉદેપુર જિલ્લા બ્લોક હૉલ્ડર્સ દ્વારા આજરોજ તારીખ 6 એપ્રિલ -2022 ના જિલ્લા સેવાસદન કચેરી ખાતે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હતી. આવેદનપત્રમાં જણાવ્યું છે કે સમગ્ર ગુજરાત રાજ્યમાં ગૌણ ખનીજ સાદી રેતી, બ્લેક ટ્રેપ, ગ્રેનાઈટ વગેરે ખનીજની ઇ – ઓક્શન થયેલી હરાજીમાં બ્લોક ધારકોને તકલીફ પડી રહી છે. સરકારને પણ કરોડો રૂપિયાનું નુકશાન થઈ રહ્યું છે.
તેમજ ગૌણ ખનિજને લીધે ઉભી થતી કન્સ્ટ્રકશન તેમજ નાના ઉદ્યોગને કાચો માલ મેળવવા સરકારની વિકાસ નીતિ પર અસર પડે તેમ છે . લાખો માણસોને રોજગારી મળી શકે તેમ છે . હાલના રોયલ્ટી દરના પ્રમાણમાં બ્લોક ધારકો દ્વારા વધુ રોયલ્ટી ભરવાથી સરકારને કરોડોની આવક થાય તેમ છે.
આપેલ આવેદનપત્રમાં વધુમાં જણાવ્યું છે કે હાલમાં ચાલુ લિઝોની મુદત 31 માર્ચ -2022 ના પૂર્ણ થતી હતી, જેને સરકાર દ્વારા ત્રણ વર્ષ સુધી લંબાવી 31 માર્ચ -2025 કરી છે. જેમાં રોયલ્ટીના દર જુના રાખવામાં આવ્યા છે. જેથી બ્લોક હોલ્ડરને ધંધો કરવામાં ખુબ જ તકલીફ પડે છે. રોકેલ નાણાંનું વળતર પણ મળી શકે તેમ નથી. જેથી સમગ્ર ગુજરાત રાજયના 1119 જેટલા સફળ થયેલ બ્લોકના પ્રીમિયમ મુજબ સરેરાશ રોયલ્ટી દર વધારવામાં આવે તેમ આવેદનપત્રમાં માંગ કરી છે.
ફૈજાન ખત્રી જિ.છોટાઉદેપુર