Proud of Gujarat
FeaturedGujaratINDIA

જામનગર મહાનગરપાલિકા દ્વારા ભારતીય જનતા પાર્ટીનું સક્રિય સભ્ય સંમેલન યોજાયું.

Share

ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર દ્વારા આયોજિત સક્રિય સભ્ય સંમેલનમાં જામનગર મહાનગરના પ્રભારી મંત્રી બ્રિજેશભાઈ મેરજાની વિશેષ ઉપસ્થતિ રહેલ. તેઓએ પોતાના ઉદબોધનમાં કાર્યકતાઓની તાકાત અને સમર્પણની બાબત વર્ણવેલ.

આ તબક્કે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબ એ વર્ચુઅલ ઉદબોધનમાં જણાવેલ કે, એટલું મોટું સંમેલન કદાચ વિશ્વમાં પ્રથમ વખત યોજાયુ જેમાં ૧૨૯૦૯૦ સક્રિય સભ્યો એક સાથે જોડાયા છે. ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ એ સૌ સક્રિય સભ્યોને અભિનંદન પાઠવેલ. તેઓ એ ઉદબોધનમાં જણાવેલ કે પ્રત્યેક સક્રિય સભ્યએ ઓછામાં ઓછા ૨૫ સભ્યોને જોડેલ છે, અર્થાત ૩૨,૨૭,૨૫૦ જેટલા સભ્યો સક્રિય સભ્યો થકી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા છે, અને કાર્યકર્તાઓ જે પક્ષની સાચી તાકાત છે. તેઓએ વિશેષથી જણાવેલ કે નિ:સ્વાર્થ ભાવે પક્ષ સાથે જોડાયેલ કાર્યકર્તાઓ કોઈ જનહિતનું કાયદેશરનું કામ લઇ ગાંધીનગર આવે તો પ્રત્યેક ધારાસભ્ય, મંત્રીઓ તેને પ્રાથમિકતા આપી રહ્યા છે અને કાર્યકર્તાને સંતોષ થાય એ સ્તરે તેઓનું કામ પરિપૂર્ણ કરવા માનનીય ભુપેન્દ્રભાઈ પટેલની ગુજરાત સરકાર તથા મંત્રીમંડળના તમામ મંત્રીઓ, ધારાસભ્યઓ કટિબદ્ધતા દાખવી રહ્યા છે. સક્રિય કાર્યકર્તાઓ, પેઈજ સમિતિ સભ્યો પક્ષની તાકાત છે કે ભારતીય જનતા પાર્ટી આગામી ગુજરાત વિધાનશાભાની ચૂંટણીમાં ૧૦૦% પરિણામો લાવશે. ચૂંટણી ક્યારે કરવી એ ચૂંટણી પંચ નક્કી કરશે. સંમેલનની પૂર્ણાહૂતિએ ભારતીય જનતા પાર્ટી સક્રિય સભ્યોને કાર્ડ એનાયત કરવામાં આવેલ.

Advertisement

જામનગર ટાઉનહોલ ખાતે યોજાયેલ સંમેલનમાં શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, પ્રભારી મંત્રી બ્રિજેશ મેરજા, સંગઠન પ્રભારી અભયભાઈ ચૌહાણ, મહામંત્રી પ્રકાશભાઈ બાંમ્ભણીયા, વિજયસિંહ જેઠવા, મેરામણભાઇ ભાટુ, મેયર બીનાબેન કોઠારી, સ્ટે. કમિટી ચેરમેન મનીષભાઈ કટારીયા, શાસકપક્ષ નેતા કુસુમબેન પંડ્યા, ડે મેયર તપન પરમાર, દંડક કેતન ગોશરાણી સહીત શહેર સંગઠનના હોદેદારો, કોર્પોરેટર ઓ, યુવા મોરચા, મહિલા મોરચા, કિશાન મોરચા, એનું. મોરચા, સહીત વિવિધ મોરચાના પદાધિકારીઓ, પૂર્વ પ્રમુખો, ભાજપ અગ્રણીઓ વોર્ડ પ્રમુખો – વોર્ડ સમિતિના પદાધિકારીઓ કાર્યકર્તાઓ સહીત સક્રિય સભ્યો ઉપસ્થિતિ રહ્યા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન મહામંત્રી પ્રકાશભાઈ બાંમભણીયા તથા મેરામનભાઈ ભાટુએ કરેલ. ભારતીય જનતા પાર્ટી મીડિયા વિભાગના ભાર્ગવ ઠાકરની અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે.


Share

Related posts

પંચમહાલ જિલ્લામાં ગોધરા ખાતે કોવિડ-19 ને લગતી કામગીરી દરમિયાન પોલીસ પર હુમલો કરનાર પૈકી ત્રણને પાસા હેઠળ અટકાયત કરવામાં આવી.

ProudOfGujarat

ભરૂચ ગોલ્ડન બ્રિજની જળ સપાટી 26 ફૂટ પહોંચતા 48 ગામોને એલર્ટ કરાયા,અંકલેશ્વરમાં ત્રણ ગામમાં સ્થળાંતરની સૂચના અપાઈ…

ProudOfGujarat

પાનોલી જીઆઇડીસી ની કેમીકલ કંપનીમાંથી કરોડોનો MD ડ્રગ્સનો જથ્થો ઝડપાયાની આશંકા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!