ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ગામે ટીમ મોદી સપોર્ટર સંઘ દ્વારા પોલીસ સ્ટેશનમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત હસ્તકલા નિગમના માજી ડિરેક્ટર અને ભાજપા અગ્રણી રશ્મિકાન્ત પંડ્યાની ઉપસ્થિતિમાં યોજાયેલ વૃક્ષારોપણના કાર્યક્રમમાં ટીમના હોદ્દેદારો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતું. વૃક્ષારોપણના કાર્યક્રમ બાદ સોમેશ્વર મંદિર ખાતે રશ્મિકાન્ત પંડ્યાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ કાર્યક્રમમાં ટીમ મોદી સપોર્ટર સંઘના તાલુકા અને જિલ્લાના હોદ્દેદારોને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે અગ્રણી હોદ્દેદારો ભુપેન્દ્ર પટેલ, ગીરીશ પટેલ, પરિમલ પટેલ, જયંતી મિસ્ત્રી, રજનીભાઈ પટેલ, નૈમેશ પંડ્યા, દર્પણ પટેલ, ઝઘડીયાના વિનોદચંદ્ર વસાવા, નિતીન પટેલ, અશોકભાઈ પટેલ, પિનાકિન શાહ, હરેન્દ્રસિંહ ઘરીયા, સુનિતાબેન વસાવા, સંજયભાઇ વિ. અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. અધ્યક્ષ સ્થાનેથી રશ્મિકાન્ત પંડ્યાએ વૃક્ષારોપણનું મહત્વ સમજાવ્યુ હતુ, તેમજ પર્યાવરણની જાળવણી માટે વધુ સંખ્યામાં વૃક્ષો રોપાવા જોઇએ એવી લાગણી વ્યક્ત કરીને વૃક્ષારોપણનો વ્યાપ વધારવા અનુરોધ કર્યો હતો.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ
ઝઘડીયાના ઉમલ્લા ખાતે ટીમ મોદી સપોર્ટર સંઘ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો.
Advertisement