ભારતીય જનતા પાર્ટીના ૪૨ માં સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે ગોધરા તાલુકાના બખખર ગામે ૧૦૦ કેટલા કાર્યકરો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. અરવિંદસિંહ પરમાર દ્વારા ગોધરા તાલુકામાં મજૂર થયેલ પંચાયતઘરો પૈકી બખખર ગામે ૧૪ લાખની માતબર રકમનું તલાટીના નિવાસ સ્થાન સાથેનું નવીન આધુનિક પંચાયત ઘરના મકાનના કામનું ખાતમુહર્ત કરવામાં આવ્યું અને આ પંચાયત ઘરમાં ચૂંટાયેલા સરપંચ, ડેપ્યુટી સરપંચ સદસ્યઓ અને ગ્રામજનો તમામ પ્રકારની સુવિધાઓ મળી રહેશે.
માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી નેતૃત્વ અને માર્ગદર્શન, લોકલાડીલા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈનપટેલ અને પ્રદેશ અદયક્ષ સી.આર. પાટીલના દોરી સંચારથી ભારતીય જનતા પાર્ટી દેશનાં છેવાડાનાં માનવી સુધી વિકાસને પહોંચાડી રહી છે. હું ભારતીય જનતા પાર્ટીએ આદરેલા રાષ્ટ્રસેવાનાં આ યજ્ઞમાં યોગદાન આપનાર સર્વ મહાનુભાવોને વંદન કરું છું. ભારતીય જનતા પાર્ટી માત્ર એક પાર્ટી નથી પણ એક વિશાળ પરિવાર છે અને આ પરિવારનાં પાયામાં એનાં ગામડાના કાર્યકર્તાઓ છે, જેમણે દેશનાં જન-જનની સેવામાં પોતાનું જીવન સમર્પિત કર્યું છે. સેવા, સમર્પણ અને સમાનતાનાં મૂળમંત્ર પર કાર્યકર્તાઓએ છેવાડાનાં માનવી સુધી સેવાયજ્ઞ આદર્યો છે અને એમાં નિરંતર સહકારની આહુતિ આપતા રહ્યા છો. ભાજપાનાં ૪૨ મા સ્થાપના દિવસ પર હું પાર્ટીનાં પ્રત્યેક કાર્યકર્તાઓને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું. સ્થાપના દિન નિમિત્તે તાલુકા પંચાયત સભ્ય ગંગાબેન નવનીતભાઈ ચૌહાણ તાલુકા સભ્ય સરપંચઓ, ડેપ્યુટી સરપંચ, સદસ્ય તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
પંચમહાલ રાજુ સોલંકી