Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરામાં પાણીના મુદ્દે થાળી વગાડી મહિલાઓએ વિરોધ દર્શાવ્યો.

Share

વડોદરાના પૂર્વ વિસ્તારમાં પાણીના મુદ્દે મહિલાઓએ થાળી વગાડી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

વડોદરાના પૂર્વ વિસ્તારમાં ઘણા લાંબા સમયથી કોર્પોરેશન દ્વારા પૂરતા પ્રમાણમાં પાણી આપવામાં આવતું નથી જે પાણી આપવામાં આવે છે તે પણ અત્યંત દુર્ગંધ યુક્ત અને ગંદુ પાણી હોય છે.

છેલ્લા બે દિવસથી મહિલાઓ કલેકટર કચેરી સહિતના અધિકારીઓ સમક્ષ રજૂઆતો કરે છે પરંતુ આ રજૂઆતોને સત્તાધીશો દ્વારા ધ્યાને લેવામાં ન આવતા આજે અહીંની મહિલાઓએ થાળી વગાડી ગંદુ અને અપુરતું પાણી આવે છે તેનો વિરોધ કર્યો હતો. તેમજ વધુમાં આ વિસ્તારની મહિલાઓએ જણાવ્યું છે કે અહીંના કોર્પોરેટરો અને સત્તાધીશો માત્ર ચૂંટણીના સમયે જ આવે છે, જો અમારી માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આગામી ચૂંટણીમાં અમારો સમગ્ર વિસ્તાર કોઈપણ પક્ષને મત નહીં આપે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.

Advertisement

Share

Related posts

નડિયાદમાં શિક્ષકને ગઠિયાએ શિકાર બનાવી ઓનલાઇન ૫૭ હજાર ઉપાડી લીધા

ProudOfGujarat

મહેમદાવાદના મોદજ ગામમાં આવેલ વર્ષો જૂની પાણીની જર્જરિત ટાંકી તોડી પાડવા કરાઇ રજૂઆત.

ProudOfGujarat

પાલેજની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પરિવર્તન પરિવાર પેનલનો ભવ્ય વિજય.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!