Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : નર્મદા જિલ્લામાં ટીમરૂ વૃક્ષોની જાતિ લુપ્ત થવાને આરે.

Share

એક જમાનામાં નર્મદા જિલ્લામાં જોવા મળતા ટીમરૂના ઝાડોની સંખ્યા ક્રમશઃ ઘટાડો થતાં ચિંતાનો વિષય બન્યો છે. આ અંગે નર્મદા વન વિભાગના વન અધકારી એ વિશેષ માહિતી આપતા જણાવ્યું હતું કે નર્મદા જિલ્લામાં જોવા મળતા વૃક્ષોની જાતિ લુપ્ત થવાને આરે આવી ગઈ છે. અહીંનું વાતાવરણ અને જમીન ટીમને અનુકૂળ આવતું ન હોવાથી ટીમરૂના ઝાડો હવે ઝાઝા વિકસતા નથી વડે ટીમનું એક ઝાડ જલ્દી ઊગતું નથી. તેને વિકસતા વર્ષો લાગી જાય છે. અહીંના પર્યાવરણ વારંવાર બદલાતો હોવાથી તથા વરસાદી માહોલ વખતે ટીમરૂમાં રોગ લાગે જાય ત્યારે આ ટીમરૂના પાન ખરાબ થઈ જાય છે. અહીંનું તાપમાનનો ગાળો બદલાતો હોવાથી તેમજ જમીનની માટી આ વૃક્ષને અનુકુળ આવતી ન હોવાથી ક્રમશઃ ટીમરુની સંખ્યા ઘટી રહી છે. જે ચિંતાનો વિષય છે.

આ અંગે નર્મદા વન વિભાગના નાયબ વન સંરક્ષણ એ.ડી ચૌધરીએ જણાવ્યું હતું છે કે આ ટીમરૂના પાનના ઝાડોની લુપ્ત થતી જાતિના જતન અને સંવર્ધન અર્થે નર્મદા વનવિભાગે રૂટ્સ કટીંગની નવી વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવી ટીમરૂના સંવર્ધન માટે પ્રયાસો શરૂ કર્યા કરાયા છે. જેમાં એક પરિપક્વ ટીમરૂના ઝાડના જમીનમાં ઊંડે સુધી ફેલાયેલા મૂળ વિસ્તારોવાળુ સર્કલ બનાવી મૂળથી થોડે થોડે અંતરેથી કાપી નાખવામાં આવે છે. આવા 30 થી 40 મૂળના કટિંગ કરવામાં આવે છે. જેના દરેક કપાયેલા ભાગમાંથી સીધું નવો છોડ તૈયાર થઈ જાય છે. આમ એક વૃક્ષમાંથી 30 થી 40 નવા ટીમરૂના છોડ તૈયાર થઈ જાય છે. આતે લુપ્ત થતી જાતિને બચાવીને તેની સંખ્યા વધારવાનું વનવિભાગે સ્તુત્ય પ્રયાસ કર્યો છે.

દીપક જગતાપ, રાજપીપળા

Advertisement

Share

Related posts

પાલેજ રેલવે સ્ટેશને ટ્રેનની અડફેટે પાલેજનાં પશુપાલક યુવાનનું મોત.

ProudOfGujarat

ભરૂચ : દ્રોપદી મુર્મૂ રાષ્ટ્રપતિ પદે જીત મેળવતા વિજય રેલી યોજાઇ.

ProudOfGujarat

ખાણખનીજ વિભાગ દ્વારા ડ્રોનની મદદથી ૬૦ લાખની ખનનચોરી પકડી પાડી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!