Proud of Gujarat
GujaratFeaturedINDIA

ખેડા : મહિલા અને બાળ વિકાસ મંત્રી મનીષાબેન વકીલની અધ્યક્ષતામા આયોજનમંડળની બેઠક યોજાઈ.

Share

ખેડા જિલ્લાનાં ન્યુનતમ જરૂરીઆતનાં ખૂટતા કડીરૂપ સામૂહિક વિકાસનાં પાયાની સુવિધાવાળા કામો હાથ ધરવાનાં મૂળભુત આશય સાથે વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળ આજ વર્ષ : ૨૦૨૨-૨૩ ની જિલ્લા આયોજન મંડળની બેઠક જિલ્લા આયોજન મંડળના અધ્યક્ષ અને મહિલા બાળ વિકાસ મંત્રી મનીષાબેન વકીલની અધ્યક્ષતામાં યોજાઈ હતી.

આ બેઠકમાં વિકેન્દ્રિત આયોજનની જુદી જુદી યોજનાઓ હેઠળ કામો મંજુર કરવામાં આવ્યા. ૧૫% વિવેકાધીન જોગવાઇ હેઠળ તાલુકાકક્ષા સામાન્ય યોજનામાં રૂ।.૧૦૨૩.૧૫ લાખનાં ૧૦૭૨ કામો, તાલુકાકક્ષા અનુ.જાતિ યોજનાનાં ૫.૭૮.૦૦ લાખનાં ૬૩ કામો, નગરપાલીકા વિવેકાધીન યોજનાનાં રૂા.૨૫૯.૫૨ લાખનાં ૪૭ કામો, ખાસ પછાત ભાલ વિસ્તાર યોજનાનાં ૫.૯.૦૦ લાખનાં ૧૨ કામો, જિલ્લાકક્ષા યોજનાનાં રૂા.૧૫૦.૭૩ લાખનાં ૪૩ કામો અને પ% પ્રોત્સાહક જોગવાઇ હેઠળ રૂા.૩૫.૦૦ લાખનાં ૩૫ કામો એમ બધી જ યોજનાઓનાં મળીને ફૂલ રૂા.૧૫૫૫.૪૦ લાખનાં ૧૨૭૨ કામો મંજુર કરવામાં આવ્યા. જેમાં સદર વાઇઝ સી.સી.રસ્તાનાં રૂ।.૧૮૦.૧૧ લાખનાં ૧૭૧ કામો, પેવર બ્લોકનાં રૂ.૧૮૫.૪૧ લાખનાં ૨૨૯ કામો, પાણી પુરવઠાનાં ગ઼.૪૪૭.૪૦ લાખનાં ૪૮૩ કામો, ગટર વ્યવસ્થાનાં ૫.૩૪૨.૦૪ લાખનાં ૧૯૦ કામો, વિજળીકરણનાં રૂા.૪૫.૫૦ લાખનાં ૪૬ કામો અને સ્થાનિક વિકાસનાં રૂા.૨૦૪.૨૧ લાખનાં ૧૧૦ કામો મંજુર કરવામાં આવ્યા.

ખેડા જિલ્લાનાં SDG (Sustainable Development Goal) અને વિલેજ પ્રોફાઇલ ગેપ એનાલીસીસ હેઠળ રૂા.૯૮.૦૦ લાખનાં ખર્ચે કૂલ ૧૪ નવી આંગણવાડીઓનાં બાંધકામ તથા રૂા.૫૨.૭૩ લાખનાં ખર્ચે કૂલ ૨૯ કુમાર તથા કન્યા પ્રાથમિક શાળાઓમાં માળખાગત સુવિધાનાં કામો મંજુર કરવામાં આવ્યા.

Advertisement

આ બેઠકમાં ગ્રામ વિકાસ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ, વિધાનસભાના દંડક પંકજભાઈ દેસાઈ, ખેડા જિલ્લા પંચાયત પ્રમુખ અને આયોજન મંડળના ઉપાધ્યક્ષ નયનાબેન પટેલ, જિલ્લા કલેક્ટર કે.એલ.બચાણી, જિલ્લા વિકાસ અધિકારી મેહુલભાઈ દવે, ધારાસભ્ય ઈન્દ્રજીતસિંહ, ધારાસભ્ય કાન્તિભાઈ, ધારાસભ્ય કાળુસિંહ, નિરંજનભાઈ પટેલ, વિપુલભાઈ પટેલ, જિલ્લા આયોજન અધિકારી વી.આઈ.પ્રજાપતિ, સામાન્ય વહિવટ વિભાગના નિરીક્ષક એ.વી.ચાંપાનેરી, તાલુકા/નગરપાલિકા પ્રમુખ ઓ સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

પંચમહાલનાં બજારોમાં દિવાળીનાં તહેવારને લઇને અવનવા કોડીયાઓનું વેચાણ.

ProudOfGujarat

રાજપારડી ખાતે જુગાર રમતા ચાર આરોપી ઝડપાયા

ProudOfGujarat

ભરૂચમાં પ્રથમ વખત સ્વાદના શોખીનો માટે રોટરેક્ટ તથા રોટરી ક્લબ દ્વારા ફૂડ ફેસ્ટીવલ યોજાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!