ભાલોદ પંથકના નર્મદાના પટમાંથી રેતી ભરીને આવતી મોટાભાગની ટ્રકોમાં પાણી નીતરતી અને ઓવરલોડ જથ્થામાં રેતી ભરીને તેનું વહન કરાય છે. રોજની લગભગ પાંચસો ઉપરાંત ટ્રકો રાજપારડીના બજારમાંથી પસાર થતી હોઇ ટ્રાફિકની સમસ્યા સર્જાય છે તેમજ બજારમાં ખરીદી કરવા આવતી ગ્રામિણ જનતાને હાલાકિનો સામનો કરવો પડે છે. પાણી નીતરતી રેતીના કારણે રસ્તાઓ પણ ખરાબ થાય છે. આ બાબતે જવાબદાર તંત્રની ચુપકિદીથી વિવિધ સવાલો ઉભા થઇ રહ્યા છે. રાજપારડી તેમજ ઝઘડીયાના ચાર રસ્તા પર સીસીટીવી કેમેરા મુકેલા છે, તેનો સદઉપયોગ કેમ નથી કરાતો? એ પણ એક જટીલ પ્રશ્ન ગણી શકાય તેમ છે ! થોડા દિવસો પહેલા નદીમાં ગેરકાયદેસર બનાવેલા પુલિયા બાબતે હોબાળો થતા તંત્ર દ્વારા પુલિયા તોડવાની કામગીરી થઇ હતી, પરંતુ ત્યારબાદ જુજ સમયમાં જ ફરીથી રેતખનન ચાલુ થઇ જતા પુલિયા તોડવાની કામગીરી સંપૂર્ણપણે થઇ હતી ખરી? એ બાબતે પણ પ્રશ્નાર્થ સર્જાયો છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ