નડિયાદ યોગીનગર ફાટક પાસે વાવડીની ઈલાઈટ સ્કુલની સ્ટાફ બસનો અકસ્માત થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બસ પાન બીડીના ગલ્લાને ટક્કર મારી રેલ્વે ફાટકના થાંભલામા બસ ધડાકા સાથે અથડાતા બસમા સવાર ૧૭ શિક્ષકો ૪ બાળકો ગભરાઈ જતાં ચીસાચીસ કરી મૂકી હતી. જોકે આ અકસ્માત કેવી રીતે સર્જાયો તે વિષે ઈલાઈટ સ્કુલના સ્ટાફ બસનો ચાલક વિનુભાઈ ઝાલાને પુછતા જણાવ્યુ હતુ કે બસની બ્રેક ફેઇલ થઇ જતા આ અકસ્માત સર્જાયો હતો, જોકે આ ઘટનામા શિક્ષકો અને વિદ્યાર્થીઓને સામાન્ય ઈજાઓ પહોચી હતી.
નરેશ ગનવાણી : નડિયાદ
Advertisement