વડોદરાના નવાપુરામાં ઘણા લાંબા સમયથી દુષિત પાણીની સમસ્યા સર્જાય છે ત્યારે આજે આ વિસ્તારની મહિલાઓ દુષિત પાણીની ફરિયાદ લઈને કલેકટર કચેરીએ પહોંચી હતી.
વડોદરા શહેરના પાણીગેટ નવાપુરા વિસ્તારમાં રહેવાસીઓને પીવાલાયક શુદ્ધ પાણી ન મળતાં આજે આ વિસ્તારની મહિલાઓ કલેકટર કચેરીએ પોતાની રજૂઆત લઈને પહોંચી હતી. આ મહિલાઓ જણાવે છે કે અનેક વખત અમારા વિસ્તારમાં પાણી પુરવઠા વિભાગને પણ આ વિશે રજૂઆતો કરેલ છે. અમોને પૂરતા પ્રમાણમાં પાણી મળતું નથી અને જે પાણી મળે છે તે પણ દૂષિત પાણી હોય છે. આ દુષિત પાણીની બોટલમાં ભરીને નવાપુરા વિસ્તારની મહિલાઓ કલેકટર કચેરીએ હલ્લાબોલ કર્યો હતો. કોર્પોરેશનમાંથી છોડવામાં આવતું પાણી અવારનવાર દૂષિત મળે છે, પૂરતા પ્રમાણમાં પાણી ન મળતું હોય તેમજ હાલના સંજોગોમાં આ વિસ્તારમાં રહેતા લોકો મુસ્લિમ ધર્મ પાળતા હોય રમજાન મહિનો ચાલતો હોય જેમાં પૂરતુ પાણી ન મળતા અત્યંત અગવડતા પડતી હોય, આજદિન સુધી માત્ર હૈયાધારણા પૂરતા પાણી વિષયની આપવામાં આવેલ હોય, અમારા પ્રશ્નોનું નિરાકરણ ન થતા આજે કલેકટર સમક્ષ લેખિત રજૂઆત કરી અમારી માંગણી છે કે અમારા વિસ્તારમાં પુરતા પ્રમાણમાં શુદ્ધ અને પીવાલાયક પાણી આપવામાં આવે.
વડોદરાના નવાપુરા વિસ્તારમાં દૂષિત પાણીના મુદ્દે મહિલાઓનો કલેકટર કચેરીએ હલ્લાબોલ.
Advertisement