Proud of Gujarat
GujaratFeaturedINDIA

છોટાઉદેપુર : ઈન્ડીયન આર્મીમાંથી સેવા નિવૃત્ત થઈને વતન પરત ફરેલા ફૌજી જવાનોનું ઉમળકાભેર સ્વાગત કરાયું.

Share

છોટાઉદેપુર જિલ્લાના કોલી ગામનાં વતની રતુભાઇ રાઠવા તથા કાવરા ગામના વતની સોમાભાઈ રાઠવા અનુક્રમે ૧૯ વર્ષ તથા ૧૭ વર્ષ જેટલો સમય દેશની સીમાઓ અને દેશના વિવિધ વિસ્તારોમાં પોતાની ફરજ બજાવી ઈન્ડીયન આર્મીમાંથી સેવાનિવૃત્ત થઈને વતન પરત ફરેલા ફૌજી જવાનોનું છોટાઉદેપુર રેલવે સ્ટેશન પાસે સમસ્ત છોટાઉદેપુર સમાજ દ્વારા ભવ્ય રીતે સ્વાગત -આવકાર કાર્યક્રમ યોજાયો હતો, જેમાં છોટાઉદેપુર જિલ્લાના  સામાજિક આગેવાનો પ્રો. શંકરભાઈ રાઠવા, જશુભાઈ રાઠવા, સંગ્રામસિંહ રાઠવા, રાજેશભાઈ લગામી, દિનેશભાઈ રાઠવા, રસિકભાઈ રાઠવા, મુકેશભાઇ પટેલ,ગુમાનભાઈ રાઠવા,માધુભાઇ રાઠવા ડો.જયેશ રાઠવા તથા વાલસિંહભાઇ રાઠવા, વિનોદભાઈ રાઠવા સહિતના સામાજિક કાર્યકરો તથા જય જવાન સૈનિક ફાઉન્ડેશન છોટાઉદેપુર નાં પ્રમુખ ગોપાલભાઈ રાઠવા તથા સેવાનિવૃત્ત જવાનોની ટીમ ઉપરાંત સાથી સૈનિકો દ્વારા  ખુબ ઉમળકાભેર સ્વાગત કરાયું હતું.

ઈન્ડીયન આર્મીમાંથી સેવાનિવૃત્ત જવાનોના ગામ તથા સગાં સંબંધીઓ ઉપરાંત મિત્રો ખુબ મોટી સંખ્યામાં રેલવે સ્ટેશન  ખાતે એકઠા થયા હતા, જ્યાં ફુલહારથી સ્વાગત- આવકાર બાદ સેવાનિવૃત્ત જવાનોની ફેમિલી સહિત બગીમાં બેસાડીને જવાનોને છોટાઉદેપુર નગરનાં મુખ્ય માર્ગો પર ફરી નગરપાલિકા બિલ્ડીંગ પાસે આવેલ શહિદ બીરસા મુંડાની પ્રતિમાને હારતોરા કર્યા બાદ પોતાના ગામ કોલી જવા રવાના થયા હતા.

ફૈજાન ખત્રી કલારાણી જી.છોટાઉદેપુર

Advertisement

Share

Related posts

તાપી: સોનગઢમાં ખંડેર જેવા મકાનમાંથી માનવ હાડપિંજર મળી આવ્યું. પોલીસ, એફએસએલના અધિકારીઓએ હાથધરી તપાસ

ProudOfGujarat

ગુજરાતમાં ગ્રહણ આંશિક રીતે દેખાશે, શહેરનાં મુખ્ય મંદિરોમાં દેવ દિવાળીની ઉજવણી બીજા દિવસે કરાશે.

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકા પોલીસે પારડી ગામ ખાતેથી રૂ. 90,520 ના મુદ્દામાલ સાથે ત્રણ ઇસમોની ધરપકડ : 4 ફરાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!