હાલ ભર ઉનાળે પાણીના સ્ત્રોતો ઊંડા જઈ રહ્યા છે. નદી નાળા સુકાવા માંડયા છે ત્યારે એક માત્ર સુકાઈ ગયેલી નર્મદા નદીમાં ભર ઉનાળે પાણીની આવક વધવા પામી છે.
હા, MP ના ડેમના પાવર હાઉસ ચાલુ કરાતા ઉપરવાસમાંથી સરદાર સરોવર ડેમમાં પાણીની આવકવધી છે હાલ નર્મદાડેમની સપાટી 118.38 મીટરે પહોંચી છે. ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશના ઈન્દિરા સાગર અને ઓમકારેશ્વર બંને ડેમોના પાવર હાઉસ ચાલુ કરવામા આવ્યા છે.જેનાં કારણે ઉપરવાસમાંથી 15,173 ક્યુસેક પાણીની આવક હાલ થઇ રહી છે. જેને પગલે નર્મદા બંધની જળસપાટી118.38 મીટર પર પહોંચી છે.ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. એટલે હાલ 20 મીટર ખાલી ડેમ છે કહી શકાય. પરંતુ હાલમાં નર્મદા ડેમ ગુજરાતમાં પીવા
અને સિંચાઈ માટે પાણી આપવામાં સક્ષમ છે. અને પૂરતું પાણી છે. કોઈ ચિંતાનો વિષય નથી. હાલ વીજળીની અછતને
પુરી પાડવા નર્મદા બંધના રિવરબેડ પાવર હાઉસ અને કેનાલ હેડ પાવરહાઉસ બંને ચલાવામાં આવી રહ્યા છે. જ્યારે ગુજરાત માટે મેન કેનાલમાં માત્ર 4,051 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે.
ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમમા પૂરતો પાણીનો જથ્થો છે. ઉનાળામા ખેતીમાં પાણી અને વીજળીની માંગ રહેશે.પરંતુ 8 મહિના સુધી પાણી ખૂટે એમ નથી. 110 મીટર
સુધી તો લાઈવ સ્ટોરેજ પાણી નોવપરાશ થશે. પછી ઈરીગેશન બાયપાસ ટનલનો ઉપયોગ કરવામાંઆવે.પરંતુ આ વર્ષે જેની જરૂર નહિ પડે. નર્મદા બંધમાં પાણીનો સંગ્રહિત જથ્થો પૂરતો છે. હમેશા નર્મદાડેમ ગુજરાતની સાચા અર્થમાં ગુજરાતની જીવાદોરી રહી છે.
દીપક જગતાપ, રાજપીપલા