વડોદરા મહાનગર પાલિકામાં મ્યુનિસિપલ કમિશનરને અનેક આવેદનપત્ર પાઠવવામાં આવ્યા છે, લોક સમસ્યાઓ અંગેની રજૂઆતોમાં કમિશનર દ્વારા કોઇ પ્રત્યુત્તર ન પાઠવવામાં આવતા આજે તમામ સામાજિક કાર્યકરો એકઠા થઇ કોર્પોરેશનના ગેટ પર આવેદનપત્ર ગેટ પાસે લટકાવી ફૂલહાર કરી અનોખો વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
વડોદરા મહાનગરપાલિકામાં કમિશનર શાલિની અગ્રવાલ પીવાનું શુદ્ધ પાણી, ડ્રેનેજ, આવાસની સમસ્યાઓ, વિશ્વામિત્રી નદી, ટ્રાફિક સિગ્નલ, બ્રિજની કામગીરી અંગે, તળાવોની સફાઈ અંગે, કર્મચારીઓ અંગે, સહાય માટે, વળતર સહિતની બાબતો માટે અનેક વખત લોક સમસ્યાઓ માટે સામાજિક કાર્યકર કલ્પેશભાઈ પરમાર દ્વારા અનેક વખત રજુઆતો કરવામાં આવેલ છે. આ રજૂઆતને કોઈ પ્રત્યુતર ન મળતા આજે તમામ સામાજિક કાર્યકરોએ કમિશનર કચેરીની બહાર ગેટ પર આવેદનપત્ર લટકાવી તેને ફૂલહાર ચઢાવી અનોખી રીતે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. આ તકે સામાજિક કાર્યકરોનું કહેવું છે કે અનેક વખત કમિશનર સમક્ષ લોક પ્રશ્નોની રજૂઆતો લઈને આવીએ છીએ પરંતુ કમિશનર ગાંધીનગર ગયા છે, મિટિંગમાં છે તે સહિતના બહાના કાઢી રૂબરૂ મળતા નથી. લોક સમસ્યાઓ વિશે કે પ્રાથમિક જરૂરિયાતો વિશે કોઈપણ પ્રકારની માહિતી પૂરી પાડતા નથી. આગામી સમયમાં પંદર દિવસની અંદર અમારી રજૂઆતો કે માંગ વિષે કોઈ પ્રત્યુતર તમામ સામાજિક કાર્યકરો એકઠા થઇ આંદોલન કરીશું જેની સંપૂર્ણપણે જવાબદારી કમિશનરની રહેશે.
વડોદરા મ્યુનિસિપલ કમિશનર દ્વારા લોક પ્રશ્નો વિશેની રજૂઆતનો પ્રત્યુતર ન મળતા ગેટ પર આવેદન લટકાવી કરાયો અનોખો વિરોધ.
Advertisement