Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરામાં ચૈત્રી નવરાત્રીના પ્રારંભે માતા રાણીના મંદિરમાં શાસ્ત્રોક્ત વિધિ-વિધાન પૂર્વક ભકતોએ પુજા-અર્ચના કરી.

Share

આજથી ચૈત્ર નવરાત્રી 2022 નો પ્રારંભ થયો છે. મંદિરોમાં માતા રાણીના મંત્રોચ્ચાર થાય છે. આ સાથે જ હિંદુ નવું વર્ષ પણ શરૂ થઈ ગયું છે. ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે સવારથી જ દેશભરના દુર્ગા મંદિરોમાં પૂજા-અર્ચના કરવામાં આવી રહી છે. માતાના મંદિરની બહાર ભક્તોની લાંબી લાઈનો લાગી છે.

ભક્તો મા દુર્ગાનો જયજયકાર કરી રહ્યા છે. નવરાત્રિના નવ દિવસોમાં માતા રાણીના નવ સ્વરૂપોની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે. આજે ચૈત્ર નવરાત્રીનો પ્રથમ દિવસ છે, આ દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. માતા રાણીના આશીર્વાદ મેળવવા અને તેમની ભક્તિમાં ભક્તો ઉપવાસ રાખે છે. ચૈત્ર નવરાત્રીના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, ‘તમામ દેશવાસીઓને નવરાત્રીની શુભકામનાઓ. શક્તિની આરાધનાનો આ તહેવાર દરેકના જીવનમાં નવી ઉર્જાનો સંચાર કરે. ત્યારે બીજી તરફ વડોદરા શહેરમાં દરવાજા સ્થિત આવેલ વર્ષો પૌરાણીક મંદિર આવેલ છે ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે ભક્તો દર્શનાર્થે ઉમટ્યા હતા.

Advertisement

Share

Related posts

વડોદરા : લેન્ડ ગ્રેબિંગ કેસમાં સરકારી અધિકારીઓની પણ સંડોવણીની શંકા પોલીસે કોર્ટમાં વ્યક્ત કરી

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઈડીસી માં આવેલ રીગલ એપાર્ટમેન્ટમાં આવેલ દુકાનમાંથી શંકાસ્પદ ઇલેક્ટ્રિક સામાન સાથે એક ઈસમની ધરપકડ કરતી ક્રાઇમ બ્રાંચ

ProudOfGujarat

ભરૂચની એક શાળાએથી ઘરે પરત આવતી ત્રણ વર્ષની બાળકી સાથે ઇકો કારના ચાલકે શારીરિક અડપલા કર્યા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!