વડોદરા શહેરમાં આવેલ પશ્ચિમ વિસ્તારમાં ગોત્રી તળાવની બાજુમાં આવેલ મુખ્ય પાણીની ટાંકી પાસે રાત્રીના – 1 કલાકે હજારો ગેલન પીવાનું શુદ્ધ પાણીનો વેડફાટ જોવા મળ્યો. પરમાર કમલેશ સામાજીક કાર્યકર દ્વારા જાત તપાસ કરતાં જોવા મળ્યું કે વગર વરસાદે પાણી જોવા મળ્યું સાથે પાણીની ટાંકીની આજુબાજુમાં પાણી જોવા મળ્યું સાથે સરવન્ટ રૂમમાં પણ પાણી પાણી જોવા મળ્યું હતું.
સામાજીક કાર્યકર દ્વારા માંગ કરવામાં આવી હતી કે આવનારા દિવસોમાં ઉનાળાની ઋતુમાં અનેક લોકો પીવાના પાણી માટે વલખાં મારતા જોવા મળે છે બીજી બાજુ વડોદરા કોર્પોરેશન પાણી બચાવોના પોસ્ટર લગાવી જન જાગૃતિ અભિયાન અંતર્ગત અનેક કાર્યક્રમ કરવામાં આવે છે પરંતુ અનેક વિસ્તારોમાં પીવાના પાણીની લાઈનમાં ભંગાણ સર્જાય છે. કેટલાક વિસ્તારોમાં ગંદુ દુર્ગંધ મારતું પાણી મળી રહ્યું છે, નાગરિકોને બહારથી વેચાતું પાણી લાવવું પડે છે. આજરોજ સામાજીક કાર્યકર દ્વારા જણાવવામાં આવ્યું કે વડોદરા શહેરના મેયર,મ્યુ.કમિશનર,ચેરમેન દ્વારા તાત્કાલિક જવાબદાર વ્યક્તિને સુચનાઓ આપવામાં આવે સાથે પાણી પુરવઠામાં નિષ્કાળજી જોવા મળે તો તાત્કાલિક અધિકારી, કર્મચારી અને સુપરવાઇઝરને સસ્પેન્ડ કરવામાં આવે તેવી જાહેરાત કરવી જોઈએ જેથી પાણીનો વેડફાટ થતો અટકી શકાય સાથે ભ્રષ્ટાચાર થતો અટકી શકે તેવી માંગ કરવામાં આવી હતી.
વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં પાણીની ટાંકી પાસે હજારો લિટર પાણીનો વેડફાટ.
Advertisement