જીવનમાં કયારેક એવો સમય આવી જતો હોય છે કે હોસ્પિટલમાં માણસને લોહીની જરૂર પડતી હોય છે, પણ ઘણીવાર લોહી આપવાવાળા હોતા નથી અને દર્દીની મુલી વધી જતી હોય છે. ગોધરા શહેરના આવા એક રકતદાતાની વાત જ અનોખી છે. તેમને ૧ વાર નહી પણ ૧૦૦ વારથી વધારે વાર રક્તદાન કર્યુ છે. નાના વેપારી એવા હોતચંદ ધમવાણીને બાબુજીના નામની ઓળખે છે.
હોતચંદ ધમવાણી (બાબુજી ) છેલ્લા 1987 થી આજદિન સુધી 139 વખત રક્તદાન કરાવી ચૂક્યા છે. તેમની સામાજીક સેવા બદલ ગુજરાતના રાજ્યપાલ ઓ.પી કોહલી અને તત્કાલીન નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ દ્વારા ગાંધીનગર ખાતે 100 વખત રક્તદાન કરેલ રક્તદાતા ઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં હોતચંદ ધમવાણીને બાબુજીને સર્ટિફિકેટ અને મોમેન્ટ આપી સન્માનિત કર્યા હતા. આ ઉપરાંત લાયન્સ ક્લબ સપ્તક સિંધી સમાજ, નેહરુ યુવા કેન્દ્ર રેડક્રોસ ગોધરા, પંચમહાલ જિલ્લા પ્રશાસન, 26 મી જાન્યુઆરીના દિવસે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આમ હોતચંદ ધમવાણી સામાજીક સેવાનુ અનોખુ ઉદાહરણ પૂરુ પાડી રહ્યા છે.
પંચમહાલ રાજુ સોલંકી