Proud of Gujarat
GujaratFeaturedINDIA

નડિયાદ : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો વિડીયો કોન્ફરન્સના માધ્યમથી પરીક્ષા પે ચર્ચા-૨૦૨૨ કાર્યક્રમ યોજાયો.

Share

આજે નડિયાદ સહીત સમગ્ર દેશમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો વિડીયો કોન્ફરન્સના માધ્યમથી પાંચમી વખત પરીક્ષા પે ચર્ચા – પરીક્ષા કી બાત કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે ઓફલાઇન કે ઓનલાઇન શિક્ષણમાં કોઇ ફેર નથી. ભણતરમાં વિદ્યાર્થીની એકાગ્રતા અને મનની સ્થિરતા અગત્યની છે. મનની સ્થિરતા અને એકાગ્રતાથી અભ્યાસ કરવાથી સફળતા અવશ્ય મળે છે. એકાગ્રતાથી યાદશક્તિ વધે છે. તેઓએ વિદ્યાર્થીઓના માતા-પિતા અને શિક્ષકોને શીખ આપતા જણાવ્યું કે પોતાના મનની આશા-અપેક્ષાઓનો બોજો બાળકો ઉપર ન નાંખવો જોઇએ. વિદ્યાર્થીની સામથ્યતા અને સપનાને પણ માન આપવું જોઇએ. વિદ્યાર્થીએ મોટીવેશન માટે બીજા ઉપર આધાર ન રાખતા પોતાની જાતે મોટીવેશન કરવી જોઇએ. તેઓએ ઉમેર્યુ કે સ્પર્ધા એ જીવનનો એક ભાગ છે. સ્પર્ધા જીવનમાં આવશ્યક છે, સ્પર્ધાથી પ્રગતિના દ્વાર ખુલે છે. તેઓએ નેશનલ એજ્યુકેશન પોલીસી અંતર્ગત ચર્ચા કરી દેશભરમાંથી વિદ્યાર્થીઓએ પૂછેલા પ્રશ્નોનો ઉત્તરો આપ્યા હતા. ગ્રામવિકાસ મંત્રી અર્જુનસિંહ ચૌહાણે કાર્યક્રમનું દિપ પ્રાગટ્ય કરી જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં ભણતર ભાર વગરનું બન્યું છે. વિદ્યાર્થીઓમાં હવે પરીક્ષાનો ફોબીયા રહ્યો નથી. વિદ્યાર્થીએ પરીક્ષામાં ઓછા માકર્સ કે ટકા આવે ત્યારે નાસીપાસ ન થતા આગામી પરીક્ષા માટે પ્રમાણીક પ્રયત્ન કરવો જોઇએ. કોઇ પરીક્ષા છેલ્લી નથી હોતી. તેઓ એ જણાવ્યું કે વિદ્યાર્થીઓને મોબાઇમાં ગેમ રમવામાં સમય પસાર ન કરતા રમતના મેદાનમાં રમતો રમવી જોઇએ. તેનાથી તન અને મન તંદુરસ્ત બને છે. મોબાઇલનો ઉપયોગ ભણતરની સાથે સાથે દેશ-સંસ્કૃતિ અને નવી નવી શોધોની જાણકારી મેળવવા કરવો જોઇએ. તેઓશ્રીએ વિદ્યાર્થીઓને સ્વચ્છતા જાળવવા અંગે શીખ આપી હતી.

Advertisement

આ કાર્યક્રમમાં દેશભરમાંથી ૫૫ લાખથી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકો જોડાયા હતા. કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા શિક્ષણાધિકારી શીલ્પાબહેને સ્વાગત પ્રવચન કર્યુ હતું. આ કાર્યક્રમમાં નડિયાદ નગરપાલિકાના પ્રમુખ રંજનબેન વાઘેલા, જિલ્લા કલેકટર કે.એલ.બચાણી, જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવે, જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન, અધિક જિલ્લા કલેકટર બી.એસ.પટેલ સહિત પદાધિકારી ઓ, શિક્ષકો અને વિવિધ શાળાના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

બીજા રાઉન્ડની મતગણતરી બાદ દ્રૌપદી મુર્મુ આગળ, યશવંત સિંહાને અત્યાર સુધી માત્ર 537 વોટ મળ્યા.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના પાણેથા પંથકમાં ઓવરલોડ રેતી ભરેલા વાહનોનો ત્રાસ.

ProudOfGujarat

અંકલેશ્વરમાં શ્રી વિંધેશ્વરી પેટ્રોલિયમ દ્વારા ઉતરાયણ પર્વ નિમિત્તે ૫૦૦ થી વધુ લોકોને ગાર્ડનું વિતરણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!