વડોદરાને સ્માર્ટ સિટી કહેવામાં આવે છે સ્માર્ટ સિટી કહી વિકાસની વાતો કરતાં સત્તાધીશો અટલાદરા તળાવની હાલત અત્યંત ખરાબ છે.
આ તળાવમાં ગંદકીનું સામ્રાજ્ય છવાયેલું છે તેમ છતાં કોઈપણ જાતની કોર્પોરેશન દ્વારા કામગીરી કરવામાં ન આવતા શિવસેનાના ચેતનભાઇ દ્વારા આજે મીડિયા સમક્ષ માહિતી આપી જણાવ્યું હતું કે આ તળાવ પાછળ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને 85.55 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે તેમ છતાં તળાવની હાલત અત્યંત ખરાબ છે અટલાદરાના આ તળાવમાં ગંદકી જોવા મળે છે. અહીંથી પસાર થતાં રાહદારીઓ તળાવની દુર્ગંધથી પરેશાન થઈ ગયા છે તેમજ અહીં વસવાટ કરતા રહેવાસીઓ તળાવમાંથી આવતી દુર્ગંધના કારણે ત્રાહિમામ પોકારી ઉઠયા છે તેમ છતાં વડોદરા કોર્પોરેશનના જાડી ચામડીના સત્તાધીશો અટલાદરાના તળાવની સફાઈ કામગીરી ક્યારે હાથ ધરશે??? તેવા અનેક સવાલો સાથે આજે શિવસેના દ્વારા લોક સમસ્યા અંગે સત્તાધીશો સમક્ષ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી છે.
વડોદરાના અટલાદરા તળાવ પાછળ રૂ.85.55 લાખનો ખર્ચ કરવા છતાં તળાવમાં ગંદકીનું સામ્રાજ્ય.
Advertisement