ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના કર્મચારીઓની વિવિધ પડતર માંગણીઓ બાબતે કોઈ નિરાકરણ ન આવતા ગુરૂવારના રોજ કરજણ હેલ્થ કચેરીના કર્મીઓએ કરજણ હેલ્થ કચેરીના મુખ્ય અધિકારીને સરકારી મોબાઈલ ફોન પરત આપી વિરોધ દર્શાવ્યો હતો.
મોબાઈલ ફોન પરત કર્યા બાદ સરકારી આરોગ્ય વિભાગના મુખ્ય કનવિનર નરેન્દ્રસિંહ છાસટીયાએ મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે ગત તારીખ ૨૮ મી ફેબ્રુઆરીથી અમે અચોક્કસ મુદતની હડતાળ પર છીએ ત્રણ ત્રણ વાર અમે હડતાળ પર ઉતર્યા છતાં સરકારે અમારી માંગણીઓ પરત્વે કોઈ ધ્યાન ન આપ્યું હોવાના તેઓએ આક્ષેપ કર્યા હતા. જો અમારા પડતર પ્રશ્નો બાબતે કોઈ નિરાકરણ નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરીશું કરીશું એમ તેઓએ જણાવ્યું હતું. હવે જોવાનું એ રહ્યું કે સરકારી આરોગ્ય વિભાગના કર્મચારીઓની પડતર માંગણીઓ બાબતે સરકાર શું નિર્ણય લે છે તે તો આવનારો સમય જ બતાવશે.
યાકુબ પટેલ, કરજણ