Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયાના બલેશ્વર ગામના ખેડૂત સાથે ક્રોપ લોનના બહાને બોગસ દસ્તાવેજો બનાવી રૂ.૭ લાખની ઠગાઈ.

Share

ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના બલેશ્વરના એક ખેડૂતના નામે અન્ય ઇસમોએ રુ.૭ લાખની બારોબાર લોન લઇ લેતા આ કથિત લોન કૌભાંડમાં બેન્કના તત્કાલિન મેનેજર સહિત કુલ ત્રણ વ્યક્તિઓ સામે રાજપારડી પોલીસમાં ફરિયાદ લખાવા પામી હતી.

પોલીસ ફરિયાદમાં જણાવાયા મુજબ ફરિયાદીના પિતા અને ભાઈનું બેંકમાં બોગસ એકાઉન્ટ ખોલી, લોનના દસ્તાવેજો બનાવી અન્ય લોકોના ફોટાઓ ચોંટાડી, જાતે અંગૂઠા લગાવીને લોનના રૂપિયા મેળવી લીધા હોવાનું જણાવાયું હતું. આ કથિત લોન કૌભાંડમાં રાજપારડીની બેંક ઓફ બરોડા શાખામાં ઝઘડિયાના બલેશ્વર ગામના ખેડૂતના પિતા અને ભાઈના દસ્તાવેજો ઉપર બોગસ એકાઉન્ટ ખોલી બેંક મેનેજરના મેળાપીપણામાં રૂપિયા ૭ લાખનું કૃષિ લોન કૌભાંડ આચરાયું હોવાની આ ફરિયાદને લઇને સમગ્ર તાલુકામાં ચકચાર મચી જવા પામી છે. રાજપારડી ગામે થોડા દિવસના અંતરે લાગલગાટ આ બીજું કથિત લોન કૌભાંડ બહાર આવતા આ બાબત ટોક ઓફ ધી ટાઉન બની હતી. વિગતો મુજબ ઝઘડિયા તાલુકાના બલેશ્વર ગામના અમરતભાઇ વિરસિંગભાઇ વસાવાના ઘરે રાજપારડી બેંક ઓફ બરોડાના અધિકારીઓએ આવી તમે ક્રોપ લોન લીધેલી તેના હપ્તા કેમ નથી ભરતા તેમ જણાવ્યું હતું. જેટકોમાં હેલ્પર તરીકે ફરજ બજાવતા અમરતભાઈએ રાજપારડી બેન્ક ઓફ બરોડામાં જઇને તપાસ કરતા આ કથિત કૃષિ લોન કૌભાંડ બહાર આવ્યું હતું. તેમના પિતા વિરસિંગભાઈ અને મોટાભાઈના નામે જમીનના કાગળો મેળવી બોગસ એકાઉન્ટ ખોલાવી તેના પર ખોટા અંગૂઠા લગાવીને રૂપિયા સાત લાખની લોન વર્ષ ૨૦૧૪ ની સાલમાં મેળવી લેવાઈ હોવાનું જણાયું હતું. જે લોનમાં તત્કાલીન બેંક મેનેજર ઠાકોરભાઇ લલ્લુભાઈ પરમારના મેળાપીપણામાં લોનના કાગળિયા બનાવતા સરસાડ ગામના ગણેશ શંકર વાળંદ અને રાજપારડીના કમલેશ ઉર્ફે જીગો વસાવાએ આ કહેવાતું લોન કૌભાંડ આચરી લોનના રૂપિયા મેળવી લીધા હતા. ખેડૂતે રાજપારડી પોલીસ મથકે ઉપરોક્ત ત્રણ ઇસમો સામે ઠગાઈ અને વિશ્વાસઘાતની ફરિયાદ લખાવી હતી. યેનકેન પ્રકારે અમરતભાઈના પિતા અને ભાઈના આધાર, ચૂંટણી અને રેશનકાર્ડ તેમજ જમીનોના કાગળ મેળવી લીધા હતા. જ્યારે કમલેશ ઉર્ફે જીગાએ ફરિયાદીના પિતાના ફોટાના સ્થાને તેના દાદાનો અને ભાઈના ફોટાના સ્થાને તેના પિતાનો ફોટો લોનના કાગળમાં લગાડી આ બંને સહીઓ કરતા હોવા છતાં જેના સ્થાને અંગૂઠાના નિશાન લગાવ્યા હતા. જ્યારે સાક્ષીઓ અને જામીનદારમાં બીજા નામો અને લોકોને ઉભા કર્યા હતા.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

ભરૂચ શહેર ના બુટલેગરો પર ગાંધીનગર વિજિલેન્સ પોલીસ નો સપાટો ……

ProudOfGujarat

છોટાઉદેપુર પ્રાયોજના વહીવટદાર અધિકારીની બ્રિઝા કારનો ગંભીર અકસ્માત, છોટાઉદેપુર – બૉડેલી રોડ ઉપર દુમાલી પાસે આઇ- 20 કાર સાથે થયો હતો જેમાં આઈ 20 નાં ચાલકનું ઘટના સ્થળે કરૂણ મોત નીપજ્યું હતું. 

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકાની વેરા વધારા નીતિ સામે વિપક્ષ દ્વારા પાંચબત્તી સર્કલ ખાતે સહી ઝુંબેશ કર્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!