ગુજરાતના ક્વોરી ઉધોગોના ઘણા સમયથી પડતર પ્રશ્નોનું તાત્કાલિક અસરથી નિરાકરણ લાવવા બાબતે આજે ભરૂચ ખાતે જિલ્લા સમાહર્તાને રજુઆત કરવામાં આવી હતી.
આવેદનપત્રમાં જણાવ્યા મુજબ સરકાર દ્વારા ગુજરાત ક્વોરી ઉધોગોને લગતા પ્રશ્નો બાબતે ગત તા.૩/૦૧/૨૦૨૧ તથા ૧૯/૧૨/૨૦૧૬ ના રોજ ગુજરાત બ્લેક ટ્રેપ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન સાથે થયેલ લેખિત સમાધાન મુજબ આજદિન સુધી અમલ થયેલ નથી તેમજ આ બાબતે વાંરવાર તત્કાલીન મંત્રીઓ તેમજ કમિશનર (ખાણ અને ખનીજ)વિભાગને રૂબરૂ તેમજ પત્ર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, સાથે જ નવી સરકારમાં પણ મુખ્યમંત્રી સમક્ષ પડતર પ્રશ્નો બાબતે લેખિત રજુઆત કરવામાં આવી હતી, જે વાતને પણ બે માસ ઉપરાંતનો સમય થતા આજદિન સુધી તેનો ઉકેલ આવ્યો નથી ત્યારે આગામી 30 દિનમાં સરકાર ક્વોરીને લગતા પડતર પ્રશ્નોનું વહેલી તકે ઉકેલ લાવે તેવી માંગ આજરોજ જિલ્લા કલેક્ટરને અપાયેલ આવેદનપત્રમાં કરાઈ હતી.
હારુન પટેલ : ભરૂચ