ભરૂચ, અંકલેશ્વર વચ્ચે નવ નિર્માણ પામેલ ગડખોલ બ્રિજ ખાતે બ્રિજના નિર્માણ બાદથી જ લાઈટોનો અભાવ જોવા મળી રહ્યો છે, જેના કારણે અવારનવાર આ બ્રિજ ઉપર અકસ્માતની ઘટનાઓ સર્જાઇ રહી છે, તેમજ અનેક લોકોના મોત પણ થઇ ચુક્યા છે, ત્યારે તંત્ર સામે હવે લોકોમાં રોષની લાગણી છવાઈ છે.
આજ રોજ અંકલેશ્વર, હાંસોટ વિધાનસભા યુવા કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરોએ ગડખોલ બ્રિજ ખાતે ઉપસ્થિત રહી તંત્રની નીતિ સામે બાયો ચઢાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં સરકાર વિરોધી સુત્રોચ્ચાર કરી કાર્યકરો અને હોદ્દેદારો એ બ્રિજ પર રસ્તા રોકો આંદોલન કર્યું હતું અને વહેલી તકે અંધારામાં રહેલું તંત્ર બ્રિજ પર લાઈટો શરૂ કરી વાહન ચાલકો અને શહેરીજનોને અકસ્માતની ઘટનાઓમાંથી મુક્તિ અપાવે તેવી માંગ કરી હતી.
યુવા કોંગ્રેસના વિરોધને લઇ પોલીસે પણ બ્રિજ પર પ્રદર્શન કરી રહેલા ૪૦ થી વધુ યુવા કોંગ્રેસના કાર્યકરોની પોલીસે ધરપકડ કરતા યુવા કોંગ્રેસ દ્વારા પોલીસની કામગીરીને વખોડી તંત્ર સામે ભારે આક્રોશ વ્યકત કર્યો હતો.
હારુન પટેલ