માંગરોળ તાલુકા મથક ખાતે આરોગ્ય કચેરી દ્વારા યોજાયેલા આરોગ્ય કર્મચારીઓના વાર્ષિક સંમેલનમાં ધામડોદની જે.બી. ઇકો ટેક્સ કંપનીના સહયોગથી કોરોના કાળ દરમિયાન ઉત્સાહ પૂર્વક શ્રેષ્ઠ કામગીરી કરનાર આરોગ્ય વિભાગના 400 કોરોના વોરિયર્સનું સન્માન કરી ભેટ અર્પણ કરવામાં આવી હતી.
માંગરોળ બી.આર.સી.ભવનમાં તાલુકા આરોગ્ય કચેરી દ્વારા આશાવર્કર બહેનો સહિત તમામ આરોગ્ય વિભાગના કર્મચારીઓનું વાર્ષિક સંમેલન યોજવામાં આવ્યું હતું, જેમાં સુરત જિલ્લા મેલેરીયા અધિકારી ડો.પ્રશાંત સેલર તેમજ માંગરોળ તાલુકા આરોગ્ય અધિકારી ડો. સમીર ચૌધરી વેલાછાના મેડિકલ ઓફિસર ડો. વિપુલ ચૌધરી વગેરેની ઉપસ્થિતિમાં સંસ્કૃતિક કાર્યક્રમ સાથે વાર્ષિક સંમેલનનો પ્રારંભ થયો હતો. આરોગ્ય અધિકારીઓ દ્વારા કોરોના વોરિયર્સની શ્રેષ્ઠ કામગીરીને બિરદાવવામાં આવી હતી. સમગ્ર તાલુકાની આશાવર્કર બહેનો તેમજ ફેસિલેટર બહેનો સહિત 400 જેટલા આરોગ્ય વિભાગના તમામ કર્મચારીઓને સન્માનિત કરી સન્માન પત્ર અને ભેટ અર્પણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમનું આયોજન અને સંચાલન બ્લોક F.H.S. વનીતબેન તેમજ M.P.H.W.હેમંત પરમારે કર્યું હતું.
વિનોદ મૈસુરિયા : વાંકલ