નડિયાદના સંતરામ મંદિર પાછળ આવેલી સોસાયટીમાં એક મૃત હાલતમાં નવજાત શિશુ મળી આવતાં ચકચાર જાગી છે. આ બનાવની મળતી વિગતો અનુસાર નડિયાદના સંતરામ મંદિર પાછળ આવેલ સંતરામ સોસાયટીમાં પાછળના ભાગે આ વિસ્તારમાં રહેતા એક મહિલા કપડાં સૂકવવા જતા ત્યાં સોસાયટીના ઘર પાછળ પ્લાસ્ટિકની બેગમાં મૂકેલું મૃત હાલતમાં એક નવજાત બાળક જોઈ મહિલા આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. આ મહિલાએ ઘરના સભ્યોને વાત કરતા સભ્યો દ્વારા ટાઉન પોલીસને જાણ કરવામાં આવી હતી. નડિયાદમાં મૃત હાલતમાં નવજાત શિશુ મળી આવતા તાત્કાલિક ધોરણે નડિયાદ ટાઉન પોલીસ સંતરામ સોસાયટીમાં પહોંચી હતી, આ બાળક અહીં કોણ મૂકી ગયું ? કોનું બાળક છે? તે સહિતની તપાસ ટાઉન પોલીસે શરૂ કરી છે.
નરેશ ગનવાણી : નડિયાદ
Advertisement