વડોદરામાં થોડા સમય પહેલા તૃષા હત્યાકાંડનો મામલો સામે આવ્યો હોય જેમાં તૃષાને કલ્પેશ નામના પ્રેમીએ ધનયાવી ગામની સીમમાં બોલાવી રાત્રિના સમયે ક્રૂરતાપૂર્વક તેની હત્યા કરવામાં આવી હોય આ કેસમાં આરોપી કલ્પેશને વડોદરાની ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લઇ નિવેદન નોંધ્યું હતું તેમજ આ કેસમાં 164 જેટલા નિવેદનો પોલીસે નોંધ્યા હતા તેમજ ૯૮ જેટલા સાહેદોનાં પણ નિવેદન લેવામાં આવ્યા હોય માત્ર સાત જ દિવસની અંદર ક્રાઈમ બ્રાન્ચે ચાર્જશીટ રજૂ કર્યું હતું.
વડોદરામાં આ પહેલો કેસ છે જેની ચાર્જશીટ માત્ર સાત દિવસમાં રજૂ થઈ છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ કેસમાં 300 પાનાનું ચાર્જશીટ ફાઇલ કર્યું છે. એલસીબીના પીઆઇ જણાવે છે કે આ કેસમાં આરોપીને વધુમાં વધુ સજા થાય એવી અમારી માંગણી છે તેમજ સ્પેશિયલ પીપીપીની પણ નિમણૂક કરવામાં આવે તેવું પણ અમે સરકાર સમક્ષ રજૂઆત કરી છે. અત્રે નોંધનીય છે કે સુરતમાં બનેલી ગ્રીષ્મા હત્યાકાંડની શાહી હજુ સુકાઈ નથી તે પહેલાં જ વડોદરામાં તૃષા હત્યાકાંડને કલ્પેશ નામના આરોપી અંજામ આપ્યો છે આવા સમયમાં સરકાર હવે બંને આરોપીઓને આગામી સમયમાં કેવી સજા આપે છે અને ફાસ્ટ ટ્રેકમાં આ કેસમાં કેવા નવા વળાંકો આવે છે તે જોવું રહ્યું ?