Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : ખડીયારાપુરા સ્વામિનારાયણ મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો.

Share

માતર તાલુકાના ખડીયારાપુરા ખાતે નૂતન હરિ મંદિરમાં આચાર્યશ્રી રાકેશ પ્રસાદજી મહારાજના વરદ હસ્તે શ્રી સ્વામિનારાયણ ભગવાનની કલાત્મક મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થઇ હતી. ખડીયારાપુરા ગામ નંદ સંતોની ચરણરજથી પાવન થયેલું છે. વર્ષો પૂર્વે નંદ સંતોએ હરિ મંદિરનું નિર્માણ કર્યું હતું જે જર્જરિત થતા અક્ષર નિવાસી પાર્ષદ પૂજ્ય કાનજી ભગત તથા પૂજ્ય લક્ષ્મીનારાયણ દાસજી સ્વામી બુધેજના પ્રયાસથી જીણોધાર થયો હતો ત્યારબાદ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજના આશીર્વાદ સાથે શાસ્ત્રી નૌતમ પ્રકાશદાસજીએ અહીં કાસ્ટનું સુંદર અને કલાત્મક મંદિરનું નિર્માણ કર્યું છે.

આ મહોત્સવ પ્રસંગે સંપ્રદાયના સંતો મહંતો સહિત મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર ઉત્સવ વ્યવસ્થા પૂજ્ય વેદાંત સ્વામી પાર્ષદ પરેશ ભગત તથા પાર્ષદ કંચન ભગતે સંભાળી હતી.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

વડોદરા : ફિયાન્સને મળવા ગયેલી યુવતીને નડ્યો અકસ્માત: ઘટના સ્થળે જ મોત નીપજયું

ProudOfGujarat

દેડીયાપાડા તાલુકાનાં જર ગામનો પાસાનો આરોપી ભાગતો ફરતો હોઈ તેને 30 દિવસમાં હાજર થવા જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટનું ફરમાન.

ProudOfGujarat

ભરૂચ:બીજેપી ઉમેદવાર મનસુખ વસાવા 29153 મતથી આગળ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!