ગુજરાતભરમાં પ્રધાનમંત્રી પોષણ યોજના અંતર્ગત તમામ પ્રાથમિક શાળામા મધ્યાય ભોજન બાળકોને આપવામાં આવી રહ્યું છે ત્યારે આજે લીંબડી શહેરમાં આવેલ શાળા નંબર 7 ખાતે શાળાઓના સંચાલક હેલ્પર દ્વારા કુકીગ સ્પર્ધા યોજાઈ હતી જેમાં 9 લોકોએ આ કુકીગ સ્પર્ધામા ભાગ લીધો હતો ત્યારે અલગ અલગ પ્રકારની પ્રાથમિક શાળાએ બાળકોને આપવામાં આવતા ભોજનની વાનગીઓ બનાવવામાં આવી હતી ત્યારે આ કાર્યક્રમમાં લીંબડી મામલતદાર જે.આર.ગોહેલ, સીડીપીઓ છાયાબા, સીઆરસી અશોકભાઈ વાઘેલા, નાયબ મામલતદાર પી.જે દેસાઈ, સુપરવાઈઝર અનિતાબેન ખાદલા અને આ શાળાના આચાર્ય જગદીશભાઈ મેર તેમજ બાળકોના વાલીઓ પણ હાજર રહ્યા હતાં અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મામલતદાર કચેરીના સ્ટાફ હાજર રહ્યા હતા ત્યારે સ્પર્ધકોમાંથી એક, બે અને ત્રણ નંબર આપી વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
Advertisement