Proud of Gujarat
GujaratFeaturedINDIA

ખેડા જીલ્લામાં ધો. ૧૦ અને ૧૨ ની પરિક્ષાલક્ષી તમામ તૈયારીઓને અપાયો આખરી ઓપ.

Share

ધો. ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષા તા. ૨૮ માર્ચથી પ્રારંભ થનાર છે. જેમાં ખેડા જિલ્લાના ધો. ૧૦ અને ૧૨ ના ૪૪૬૩૨ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ પરીક્ષા જિલ્લાના વિવિધ કેન્દ્રો પરના સીસીટીવી કેમેરા સુજજ ૯૯૮ બ્લોક (પરીક્ષાખંડ)માં લેવાશે. આ પરીક્ષાને લઇને જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા તમામ તૈયારી કરી દેવામાં આવી છે.

ધો.૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓના જીવનની કારકિર્દી માટે અગત્ય ગણાતી બોર્ડની પરીક્ષા તા. ૨૮ માર્ચથી પ્રારંભ થઇ રહી છે. ખેડા જિલ્લામાં ધો.૧૦ ની પરીક્ષા ૨૨ કેન્દ્રો, ૫૫ બિલ્ડિંગ અને ૫૫૪ બ્લોક ખાતેથી ૨૯૫૪૪ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જેમાં ૧૭૫૧૯ વિદ્યાર્થીઓ અને ૧૨૦૨૫ વિદ્યાર્થિનીઓ પરીક્ષા આપશે. જયારે ધો. ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા ૧૬ કેન્દ્રો ૩૮ બિલ્ડીંગ અને ૪૦૪ બ્લોકમાં ૧૨૬૦૮ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસશે. આ ઉપરાંત ધો. ૧૨ વિજ્ઞાનપ્રવાહની પરીક્ષા જિલ્લાના ૨૪૮૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ પરીક્ષાઓર્થીની બેઠક વ્યવસ્થા વિવિધ કેન્દ્રોના ૪૦ બ્લોકમાં  ગોઠવવામાં આવશે. ખેડા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ખાતે રવિવારથી કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવશે. સવારે ૭ થી રાત્રે ૮ વાગ્યા સુધી કંટ્રોલરૂમ કાર્યરત  રહેશે. પરીક્ષાર્થીઓ અને શાળાઓને સાંભળીને જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવશે આ ઉપરાંત તારીખ 28 મીના રોજ સોમવારે પરીક્ષાના પ્રથમ દિવસે દરેક સેન્ટર ઉપર પ્રવેશદ્વાર ઉપર ઉચ્ચાધિકારીઓ, સંસ્થાઓ દ્વારા પરીક્ષાર્થીઓને ફૂલ તથા ગોળ ધાણાથી સ્વાગત કરવામાં આવશે પરીક્ષા કેન્દ્રો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવનાર છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

રાજપીપળા : આગામી 31 ઓકટોબરનાં રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એકતા પરેડમાં ભાગ લેવા કેવડિયા આવશે.

ProudOfGujarat

પંચમહાલ જીલ્લામાં ઘોંઘબા તાલુકામાંથી રાજકીય અગ્રણીઓ અને યુવાનો આમ આદમી પાર્ટી જોડાયા.

ProudOfGujarat

ભરૂચ : પાલેજમાંથી ગાંજાના જથ્થા સાથે બે ઇસમને ઝડપી પાડતી એસ.ઓ.જી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!