Proud of Gujarat
FeaturedGujaratINDIA

તિલકવાડાના શીરા ગામે સસ્તા અનાજની દુકાનમાં ગ્રાહકોને અનાજ ઓછું મળતા હોબાળો.

Share

પ્રાપ્ત માહિતી અનુસાર તિલકવાડા તાલુકાના શીરા ખાતે સસ્તા અનાજની દુકાન આવેલી છે. જે દુકાનમાં ગ્રાહકોને અનાજ ઓછું આપવામાં આવતું હોવાની ફરિયાદ ઉઠી હતી. જેને કારણે ગ્રાહકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. દર વખતે અનાજ ઓછું આપતા હોવાથી અને દુકાન સંચાલક દ્વારા ગ્રાહકો સાથે ખોટું વર્તન કરતા હોવાની પણ ગંભીર ફરિયાદો ઉઠવા પામી હતી. આ અંગે ગ્રાહકોએ ઉગ્ર વિરોધ નોંધાવી તિલકવાડા મામલતદાર આર જે ચૌહાણને લેખિતમાં રજૂઆત કરી દુકાન સંચાલક સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે શીરા ગામે આવેલ સસ્તા અનાજની દુકાનમાં ગોધામ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો અનાજ લેવા માટે જતા હોય છે. હાલ સરકાર તરફથી ગરીબ પ્રજાને બે ટાઈમ ભોજન મળી રહે તે માટે સસ્તા ભાવે ઘઉં અને ચોખાની ખાદ્ય વસ્તુઓ આપવામાં આવે છે. ગોધામ ગામના શનાભાઈ વિઠ્ઠલભાઈએ જણાવ્યું હતું અમે ગોધામ ગામના રહેવાસી છીએ. અમારી શીરા ગામે સસ્તા અનાજની દુકાન આવેલી છે. અહીં અમારા ગામના ગ્રાહકોને બે કિલો અનાજ ઓછું આપે છે. તેમના જણાવ્યા અનુસાર ગ્રાહકો ઓછું અનાજ આપવા બાબતે સવાલ કરે તો તેમની સાથે ઉદ્ધત વર્તન કરતા હોવાથી ગ્રાહકોમાં ભારે રોષ ફેલાયો છે. આ અગાઉ પણ આ દુકાનદાર સામે ગ્રાહકોએ વિરોધ નોંધાવ્યો હતો અને તિલકવાડા મામલતદારને રજુઆત કરી હતી અને મામલતદારના અધિકારીઓ શીરા પહોંચીને કાર્યવાહી કરતા અંતે સમાધાન થયું હતું. ત્યારબાદ પણ આ દુકાનદાર દ્વારા અનેકવાર ગ્રાહકો સાથે ગેરવર્તન કરીને અનાજ ઓછું આપતા હોવાની ફરિયાદો ઉઠતી રહી હતી. હવે જોવાનું એ રહ્યું કે આ દુકાન સંચાલક સામે કોઈ કાર્યવાહી કરવામાં આવે કે પછી ગરીબોની અવાજ દબાઇને રહી જશે.

ગોધામ ગામના ગ્રાહકોએ જણાવ્યું હતું કે એક વર્ષ પહેલા પણ આ દૂકાનદાર પર ગામડાની પ્રજાએ હલ્લાબોલ કરીને તત્કાલ તિલકવાડા મામલદારને શીરા ગામ બોલાવીને રજુઆત કરી હતી. છતા સરકારી તંત્ર કોઈ નકર પગલા નહિ ભરતા આ દૂકાનદાર ફરીથી મનમાની કરી રહ્યા છે. તંત્ર આ દુકાનદારનો પરવાનો તાત્કાલિક અસરથી રદ કરે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની માંગ ઉઠી છે. હવે તંત્ર કેવા પગલાં ભરે છે તે જોવું રહ્યું.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

અંકલેશ્વરના જૂના ને.હા. સ્થિત નવનિર્મિત ફલાય ઓવર બ્રિજની નીચેની સાઈડમાં વોચમેનનો મૃતદેહ મળી આવતા પોલીસે તેના મૃત્યુ પાછળનું કારણ શોધવાની કવાયત હાથ ધરી છે.

ProudOfGujarat

નડિયાદ : શ્રી સંતરામ ચાઈલ્ડ બ્રેઈન ડેવલોપમેન્ટ સેન્ટરમાં પદવીદાન સમારોહ યોજાયો.

ProudOfGujarat

અંક્લેશ્વર નાં કોસમડી તળાવનાં ખોદકામમાં કૌભાડની ફરિયાદ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!