ભરુચના નબીપુર રેલવે સ્ટેશન નજીક ટ્રેન અડફેટે એક અજાણ્યા યુવાનનું કરૂણ મોત નિપજવા પામ્યું હતું. ભરૂચ રેલવે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગતરોજ સાંજે ૬.૩૫ કલાક પહેલા નબીપુર રેલવે સ્ટેશન પર ડાઉન લાઇન પરથી પસાર થઈ રહેલી કોઈપણ ટ્રેનની અડફેટે એક અજાણ્યો યુવાન ઉ.વ. ૩૦ આવી જતા યુવકને શરીરે ગંભીર ઈજાઓ થતા યુવકનું કરૂણ મોત નિપજવા પામ્યું હતું. મૃતક યવક મધ્યમ બાંધાનો, રંગે ઘઉ વર્ણ, બ્લેક ટી શર્ટ તથા બ્લુ રંગનું જીન્સ પેન્ટ પહેર્યું છે. ઘટનાની જાણ થતા ભરૂચ રેલવે પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સુખરામભાઈ રાજુભાઈ રાઠવાએ ઘટના સ્થળે પહોંચી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. મૃતકના વાલી વારસોને ભરૂચ રેલવે પોલીસ મથકનો સંપર્ક કરવા જણાવાયું છે.
યાકુબ પટેલ, પાલેજ
Advertisement