Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લાના ડેડીયાપાડામાં જીવલેણ હુમલો કરી લૂંટ કરનાર ત્રણ આરોપીઓની ધરપકડ કરતી એલ.સી.બી.નર્મદા પોલીસ.

Share

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા પંથકમાં બ્લેડ વડે ગળા ઉપર જીવલેણ હુમલો કરી લૂંટ કરનાર ટોળકીને એલ.સી.બી.નર્મદા પોલીસે ઝડપી પાડી ત્રણ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર હિમકરસિંહ, પોલીસ અધિક્ષક, નર્મદા દ્વારા જીલ્લામાં મિલ્કત ગુનાઓને અંકુશમાં રાખવા સારૂ તેમજ અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવાના સુચના આપતાં ડેડીયાપાડા પોલીસ મથકે ગુનો નોંધાયેલ. જે ગુનાની વિગત મુજબ ફરીયાદીને મેળામાં ત્રણ અજાણ્યા ઇસમો મળતા તેની સાથે મિત્રતા કેળવી ત્યારબાદ મોટર સાયકલ ઉપર બેસાડી શેરવાઇ ગામ તરફ જવાના રસ્તા ઉપર મોટર સાયકલ રોકી ફરીયાદીને ઢીકાપાટુનો માર મારી પાસેના આવેલ ખેતરમાં લઇ જઇ ગળાના ભાગે શેવીંગ બ્લેડ મારી રોકડ રકમ લૂટી લઇ નાસી ગયેલ. દરમ્યાન ફરીયાદી નજીકના ગામમાં રહેતા તેના માસીને ત્યા જતા ડેડીયાપાડા હોસ્પીટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવેલ. આ ગુનાની તપાસ દરમ્યાન એ.એમ.પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. તથા એલ.સી.બી. ટીમના પોલીસ માણસો દ્વારા અલગ અલગ ટીમો દ્વારા સતત વોચ રાખેલ. તેમજ બાતમીદાર મારફતે બાતમી મેળવવા તજવીજ કરતા તેમજ ટેક્નીકલ સર્વેલન્સ આધારે માહીતી મળેલ કે આ ગુનાને ત્રણ આરોપીઓ અંજામ આપેલ હોય જે પૈકી (૧) કુંદન રોહીદાસ વસાવા (૨) નરેન કૃષ્ણાભાઇ વસાવા (બંન્ને રહે. ગોસંબા તા.સાગબારા )તથા (૩) પરેશ રાયસીંગ વસાવા (રહે. કરતાલ તા.ડેડીયાપાડા)ની તપાસ કરતાં મળી આવતા ત્રણેવને યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતા ગુનાની કબુલાત કરેલ. જેથી ત્રણેવ
આરોપીઓને ગુનાના કામે અટક કરી લૂંટમાં ગયેલ તમામ મુદ્દામાલ રીકવર કરી ડેડીયાપાડા પો.સ્ટે.ને સોંપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

સુરત વરાછામા શ્રદ્ધાંજલિ રક્તદાન કેમ્પ યોજી રાજપીપળા બ્લડ બેન્ક ને 102 યુનિટ લોહી આપતાં બ્લડ બેંકને મળ્યું જીવતદાન..!

ProudOfGujarat

નવરાત્રીમાં અમદાવાદ પોલીસે 27 પીધેલા અને 12 રોમિયોને ઝડપી લીધા

ProudOfGujarat

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે લગાવવામાં આવેલ ટ્રાફિક સિગનલ આજે પણ શોભાના ગાંઠિયા સમાન જોવા મળી રહ્યા છે…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!