સુરત જિલ્લાના છેવાડે આવેલા ઉમરપાડા તાલુકાના ઉમરદા ગામની પોસ્ટ ઓફિસ ખાતે શહીદ દિવસની ઉજવણી સાથે પોસ્ટ વિભાગના અધિકારીઓએ નાણાકીય સહયોગ આપી 83 જેટલી બાળાઓના સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ખાતા ખોલાવ્યા હતા.
ઉમરદા પોસ્ટ ઓફિસના કમૅચારીઓ દ્વારા આઠ ગામોની મહિલા ઓને ભારત સરકારની મહિલાલક્ષી યોજના જેવી કે ૧ થી ૧૦ વર્ષ બાળકી માટે સુકન્યા સમૃદ્ધિ યોજના, વૃધ્ધ પેન્શન યોજના, વિધવા સહાય યોજના, આઈપીપીબી હેઠળ ડિજીટલ એકાઉન્ટ વિશેની માહિતી આપી તેના લાભો જણાવવામાં આવ્યા. ઉમરદા પોસ્ટ ઓફિસના હેઠળના આઠ ગામોની મહિલા ઓને પોસ્ટ ઓફિસમાં ખાતા ખોલી ડિજીટલ પ્લેટફોર્મની સુવિધા પુરી પાડવામાં આવેલ, સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ઉમરદા પોસ્ટ ઓફિસ હેઠળ 83 બાળકીના એકાઉન્ટની રૂ.250 ડિપોઝિટ પેટેની રકમ પોસ્ટઓફિસનાં અધિકારીઓ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી, કોસંબા સબ ડિવિઝન અધિકારી અનિલકુમાર યાદવજીના માગૅદશૅન હેઠળ ઉમરપાડા પોસ્ટ ઓફિસના એસ.પી.એમ બિપીનભાઈ ચૌધરી, ઉમરદા પોસ્ટ ઓફિસના બીપીએમ જે.એમ.વસાવા, એબીપીએમ તરૂણકુમાર નકુમ દ્વારા આઠ ગામોની મહિલાઓને જાગૃત કરવામાં આવ્યા.
વિનોદ મૈસુરિયા : વાંકલ