ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈ-બહેનોને રોજગારી પ્રાપ્ત કરાવવાના હેતુથી રાજ્યભરમાં વિવિધ સ્થળોએ મેગા પ્લેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમ અંતર્ગત તારીખ 22-23 માર્ચ દરમિયાન ખેડા અને મહીસાગર જિલ્લાની કૉલેજોના વિદ્યાર્થીઓ માટે જે એન્ડ જે કૉલેજ ઑફ સાયન્સ, નડિયાદ ખાતે પ્લેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. બે જિલ્લાની કુલ 19 કૉલેજના વિદ્યાર્થીઓએ આ કેમ્પમાં ભાગ લીધો. કુલ 22 કંપનીઓ ઈન્ટરવ્યુ માટે હાજર રહી સમગ્ર પ્લેસમેન્ટ કેમ્પનું સંચાલન સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, કઠલાલના પ્રિન્સિપાલ અને ઝોન 3, નોડ 5 ના નોડલ ઓફિસર ડૉ. સુરેશ ગઢવીએ કર્યું હતું.
નરેશ ગનવાણી : નડિયાદ
Advertisement