વડોદરામાં ધનીયાવી ગામની સીમમાં 20 વર્ષની યુવતીની ગરદન પર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરનાર આરોપીને પોલીસે ઝડપી પાડયો છે.
આ બનાવની મળતી માહિતી મુજબ વડોદરામાં એક તરફી પ્રેમમાં 20 વર્ષની યુવતીની હત્યા નિપજાવનાર કલ્પેશ ઠાકોરને પોલીસે ઝડપી પાડયો છે. વડોદરામાં ધનીયાવી ગામની સીમમાં મંગળવારે રાત્રીના સમયે એક યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો, આ બનાવથી પોલીસ વિભાગમાં ભારે દોડધામ મચી જવા પામી હતી. વડોદરામાં બનેલી દર્દનાક કેસની વિગત એવી છે કે છેલ્લા બે મહિનાથી માણેજા ખાતે તેના મામાને ત્યાં રહેતી કોન્સ્ટેબલની પરીક્ષાની તૈયારી કરતી તૃષા રાજેન્દ્ર સિંહ સોલંકી ઉંમર વર્ષ 22 નામની યુવતી જમોડ પંચમહાલ સાવલીની રહેવાસી હોય વડોદરાનો કલ્પેશ ઠાકોર નામનો યુવક તેને પસંદ કરતો હતો, એકતરફી પ્રેમમાં કલ્પેશ એ તૃષાને ધનિયાવી ગામમાં અવાવરું જગ્યા પર બોલાવી ૧૦ થી વધુ ક્રૂરતાપૂર્વક ઘા મારી એક હાથ કાપી નાખી હત્યા નિપજાવી હોય આ કેસમાં યુવક પ્રેમ કરતો હતો પરંતુ તૃષા કલ્પેશને પસંદ નહોતી કરતી એકતરફી પ્રેમમાં બંને વચ્ચે ત્રણ વર્ષ પહેલા મિત્રતા બંધાઈ હતી ત્યારબાદ બંને વચ્ચે બ્રેકઅપ પણ થઇ ગયું હતું અને ત્યારબાદ તૃષા ગોધરા ખાતે અભ્યાસ કરવા જતી રહી હોય પરંતુ કોન્સ્ટેબલની તૈયારી માટે તૃષા વડોદરા પરત ફરી હોય કોન્સ્ટેબલની પરીક્ષાની ફિઝિકલ પરીક્ષા પાસ કરી હતી. તૃષા પોલીસની પરીક્ષાની તૈયારી અર્થે એકેડમી ક્લાસીસમાં જતી હોય તે સમયે કલ્પેશ સાથે વાતચીત ના કરતી હોય અન્ય મિત્રો સાથે વાતચીત કરતી હોય આથી કલ્પેશ છે તેને એકાંતમાં મળવા બોલાવી હતી પરંતુ કલ્પેશ એકાંતમાં મળવાના બહાને તૃષા પર ૧૦ થી વધુ ઘા મારી હત્યા નિપજાવી છે.
પોલીસે તૃષાના મામા નું નિવેદન લઇ સમગ્ર હત્યાનો બનાવ કઈ રીતે બન્યો તે દિશામાં તપાસ શરૂ કરી છે. આ કેસમાં તૃષા એકેડેમિક ટ્યુશન ક્લાસીસમાંથી હાઇવે પર કઈ રીતે પહોંચી તે સહિતની વિગતોનો તાગ મેળવવામાં આવી રહ્યો છે તેમજ તુષા પસાર થતી હોય તે વિસ્તારોના સીસીટીવી ફૂટેજની પણ મદદ લેવામાં આવી રહી છે. આ કેસમાં વધુ તપાસ વડોદરાના એડિશનલ સીપી ચિરાગ કોરડીયા ચલાવી રહ્યા છે તેના પરિવારજનોની માંગણી છે કે આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે તથા આરોપીને ફાંસીની સજા આપવામાં આવે. અત્રે નોંધનીય છે કે ટૂંક સમય પહેલાં જ સુરત ખાતે ગ્રીષ્મા હત્યાકાંડ બન્યો હતો જેમાં એકતરફી પ્રેમમાં યુવકે ગ્રીષ્માની સરાજાહેર હત્યા નિપજાવી હોય ત્યારબાદ વડોદરા ખાતે બનેલા આ બનાવથી ગુજરાત પોલીસ હરકતમાં આવી છે.