ભરૂચમાં મુન્શી મહિલા બી.એડ કોલેજ ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિનની ઉજવણી કરવામાં આવી હતી.
ભરૂચના પરમલોક વિજ્ઞાન કેન્દ્ર સંલગ્ન લોક વિજ્ઞાન કેન્દ્ર ભરૂચ અને મુન્શી મહિલા બી.એડ કોલેજ ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિનની ઉજવણીના ભાગરૂપે એક નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નિબંધ સ્પર્ધામાં જો હું વૈજ્ઞાનિક હોઉં તો અને મારી દ્રષ્ટિએ વૈજ્ઞાનિક વિષય પર નિબંધ સ્પર્ધા યોજાઇ હતી અને નિબંધ સ્પર્ધામાં 80 થી વધુ તાલીમાર્થીઓ એ ભાગ લીધો હતો. જેમાં પ્રથમ ક્રમાંકે ફાજલ અનીકા, દ્વિતીય પટેલ આતેકા અને શમામા પટેલ તૃતીય ક્રમાંકે વિજેતા થયા હતા. નિબંધ સ્પર્ધાના વિજેતાઓને મેડલ અને પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ સન્માન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે MMMCT નાં CEO જનાબ દુકાનદાર સુહેલસર, પરમલોક વિજ્ઞાન કેન્દ્રના કો-ઓર્ડિનેટર કેશાબેન પ્રજાપતિ અને MMMCT નાં વહીવટી અધિકારી જનાબ મો.આસિફ મન્સૂરી ઉપસ્થિત રહ્યા હતા.
યાકુબ પટેલ : પાલેજ