Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : જન શિક્ષણ સંસ્થાન અને નહેરૂ યુવા કેન્દ્રનાં સંયુકત ઉપક્રમે શહિદદિનની કરાઈ ઉજવણી.

Share

ભારતીય સ્વતંત્રતા ચળવળ એ ભારતમાં બિટ્રીશ શાસનનો અંત લાવવાનાં ઉદેશ સાથે ચલાવવામાં આવેલ ઐતિહાસિક લડતમાં પોતાનાં જાન ન્યોછાવર કરનાર શહિદોના માનમાં આજરોજ શહીદ દિનની ઉજવણી જન શિક્ષણ સંસ્થાન અને નહેરૂ યુવા કેન્દ્ર ભરૂચનાં સંયુકત ઉપક્રમે જે એસ એસનાં કેમ્પસમાં કરવામાં આવી. આ પ્રસંગને અનુરૂપ નિબંધ સ્પર્ધા વિષયો અનુક્રમે સ્વતંત્રતા ચળવળનાં ક્રાંતિકારીઓ, ભારતની આઝાદીનાં લડવૈયા અને તેમનું બલિદાન, સ્વતંત્રાની ચળવળમાં ગુજરાતની ભૂમિકા ઉપર યોજવામાં આવી.

નિબંધ સ્પર્ધામાં ભાગ લીધેલ સ્પર્ધકો પૈકી પ્રથમ ક્રમાંકે સોલંકી અંજલીબેન નિમેષભાઈ, દ્વિતિય ક્રમાંકે શેખ કૌશરબાનું અ.રઝાક અને તૃતીય ક્રમાંકે વસાવા રોશનીબેન સુરેશભાઈ વિજેતા થતા તેમને પ્રમાણપત્ર અને ટ્રોફી અર્પણ કરી સન્માનિત કરાયા. આ પ્રસંગે નહેરૂ યુવા કેન્દ્ર ભરૂચના દિવ્યજીત સિંહ ઝાલાએ પ્રસંગને અનુરૂપ પ્રવચન આપી સૌને ઐતિહાસિક ચળવળનાં ક્રાંતિકારિયો, લડવૈયાઓ અને શહિદોની યાદતાજી કરાવી હતી. જે.એસ.એસ. ભરૂચનાં લાઈવલી હૂડ કો.ઓર્ડિનેટર ક્રિષ્નાબેન કથોલીયા દ્વારા સ્વાગત પ્રવચન આપી જણાવ્યું કે, ભારતીય સ્વરાજયની ચળવળ એક જનસમૂહ આધારીત આંદોલન હતુ જેમાં સમાજના વિવિધ વર્ગનાં સહભાગી હતા. આ ચળવળમાં સતત વૈચારિક ઉત્ક્રાંતિની પ્રક્રીયા પણ થઈ હતી. જેમાં શહિદોનો અગ્રેસર ભાગ હતો. કાર્યક્રમમાં જે.એસ.એસ તાલીમાર્થીઓ, રિસોર્સ પર્સન સ્ટાફ ગણ હાજર રહયા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન હેતલબેન પટેલે કર્યુ હતુ. અંતે આભાર દર્શન કરી કાર્યક્રમની સમાપ્તી કરાઈ હતી.

Advertisement

Share

Related posts

વડોદરાના વારસીયા રોડ પર ભૂવો પડતા રાહદારીઓને મુશ્કેલી.

ProudOfGujarat

માંગરોળ : ગીજરમ ગામે કીમ નદીમાં તણાઈ ગયેલા યુવકની લાશ જૂની કોસાડીથી મળી.

ProudOfGujarat

વિરમગામનાં ધારાસભ્યની ગ્રાન્ટમાંથી કોરોના સામે લડવા જરૂરી સાધન સામગ્રીની આરોગ્ય કેન્દ્રમાં ફાળવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!