Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચની ગણેશ સુગરમાં કસ્ટોડિયન મૂકવાનું ખેડૂતો અને સંસ્થા માટે હાનિકારક : પૂર્વ ચેરમેન સંદીપ માંગરોલા.

Share

ભરૂચ જિલ્લાની અગ્રણી ખેડૂતોની જીવાદોરી સમાન ગણેશ સુગર વટારીયામાં કસ્ટોડિયન તરીકે જિલ્લા રજિસ્ટ્રારની રાજ્ય સરકાર દ્વારા નિયુક્તિ કરી ચૂંટાયેલા બોર્ડને વિખેરી નાંખવામાં આવ્યું છે. 21 માર્ચ 2022 ના આદેશથી ખાંડ નિયામક ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા આ બાબતનો આદેશ જારી કરવામાં આવ્યો છે. રાજકીય કિન્નાખોરીનો ભોગ વટારીયા સુગર ફેક્ટરી બની રહી છે અનેક વિવાદો વચ્ચે સુગર ફેકટરીના ઊંડા અને મજબૂત મૂળના કારણે સંસ્થા આજે પણ અવિરત ધિરાણ કરી રહી છે. સંસ્થાને યેનકેન પ્રકારે નુકસાન પહોંચાડવા માટે કોઈ ચોક્કસ રાજકીય સૂઝબૂઝ સાથે સરકારના ઇશારાથી એક પછી એક પગલા સંસ્થાને નબળી પાડી રહ્યાં છે. ખેર રાજકીય ફાયદો કોને અને ક્યારે થશે એ ગૌણ બાબત છે. પરંતુ સંસ્થા સાથે જોડાયેલા હજારો સભાસદો અને લાખો ખેત મજુરોની રોજીરોટી ઉપર જાણે ગ્રહણ લાગ્યું હોય એમ ગણેશ સુગરને બદનામ કરવામાં કોઇ કસર છોડવામાં આવતી જણાતી નથી.

સ્ટોડિયન કમિટીની નિયુક્તિ બાદ સુગરના પૂર્વ ચેરમેન સંદિપ માંગરોલા એ સોશિયલ મીડિયા દ્વારા પ્રતિક્રિયા આપી હતી જેમાં તેઓએ જણાવ્યું છે કે ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકાર કેટલાક લેભાગુ તત્વોના ઈશારા ઉપર સંસ્થાને નબળી પાડવાનું કામ કરી રહી છે. એક તરફ જ્યારે નામદાર ગુજરાત હાઈકોર્ટેની ડબલ બેન્ચ દ્વારા નિર્દિષ્ટ મંડળી તરીકે સુગર મંડળીઓને ગણવાનો હુકમ કરેલો છે. ત્યારે સરકાર યેનકેન પ્રકારે પોતાનો કરેલો ખોટો નિર્ણય હજી સ્વીકારવા તૈયાર નથી. કારણ કે દક્ષિણ ગુજરાતની તમામ સુગરની ચૂંટણી પૂર્ણ કરાવવાની થાય છે જે સરકાર ઈચ્છી રહી નથી. જેના કારણે લાખો ખેડૂતોનું અહિત થઈ રહ્યું છે અને સહકારી ક્ષેત્રમાં રાજકીય હસ્તક્ષેપ નુકસાન કરી રહ્યો છે. ગણેશ સુગરમા કસ્ટોડિયન મૂકવાનું કૃત્ય ખેડૂતો અને સંસ્થા માટે ખૂબ જ હાનિકારક છે અને એનું પરિણામ ભારતીય જનતા પાર્ટીએ ભોગવવું પડશે. તેઓએ જણાવ્યું છે કે ખાંડ નિયામકના આ હુકમને નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવશે. ૨૫૦ કરોડનું ટર્ન ઓવર ધરાવતી હજારો ખેડૂતોની જીવાદોરી સમાન સંસ્થાને કસ્ટોડિયનના હવાલે કરવી યોગ્ય નથી. આ સંસ્થાની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી નિર્દિષ્ટ મંડળીના નિયમો મુજબ તાત્કાલિક હાથ ધરવી જોઈએ. ચૂંટાયેલા બોર્ડ સંસ્થાનો વહીવટ કરે એ જરૂરી છે.

Advertisement

Share

Related posts

ડભોઇ તાલુકાના 80 ઉપરાંત ગામોની સમસ્યાનું નિરાકરણ લાવવા પાણી પુરવઠા વિભાગના ઉપક્રમે મંજૂરી મળતા અકોટાદર અને અંગૂઠાણ ગામે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા સંપ અને સંરક્ષણ દીવાલનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યુ.

ProudOfGujarat

આમોદ પાલિકાએ બાંધકામ વિભાગની પરમિશન વગર કોમર્શિયલ શોપીંગનું બાંધકામ કરનારા માલિકોને નોટીસ ફટકારી,

ProudOfGujarat

ભરૂચના વાલિયા તાલુકાના મેરા ગામની સીમમાં શેરડીના ખેતરમાં વિદેશી દારૂ છુપાવી હેરાફેરી કરતી બુટલેગરો પર વાલિયા પોલીસે રેડ કરતાં બુટલેગરો ફરાર થઈ ગયા હતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!