Proud of Gujarat
FeaturedGujaratINDIA

સ્માર્ટફોનના વીમા માટે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ અને એરટેલ પેમેન્ટસ બેંકનું જોડાણ.

Share

• સ્માર્ટફોન વીમો અકસ્માત અથવા લિક્વીડ સ્પિલેજને કારણે થતા નુકસાન સામે રક્ષણ આપે છે
• ગ્રાહકો તેને પેપરલેસ, સુરક્ષિત અને ઝડપી ડિજિટલ પ્રક્રિયા સાથે ખરીદી શકે છે
• વપરાશકર્તાઓને પૉલિસીના સમયગાળા દરમિયાન વીમાની રકમ સુધીના બે દાવા કરવાની છૂટ આપે છે

એરટેલ પેમેન્ટ્સ બેંકના ગ્રાહકો હવે એરટેલ થેંક્સ એપ પર આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઈન્સ્યોરન્સ કંપની પાસેથી સ્માર્ટફોન ઈન્સ્યોરન્સ ખરીદી શકે છે. આ સાથે એરટેલ પેમેન્ટ્સ બેંકે તેના ડિજિટલ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ તેની વીમા ઓફરને વધુ મજબૂત બનાવી છે. ગ્રાહકો હવે ઝડપી, પેપરલેસ અને સુરક્ષિત ડિજિટલ પ્રક્રિયા દ્વારા વીમો ખરીદી શકે છે.

Advertisement

ડિજિટલને અપનાવવામાં થઈ રહેલી વૃદ્ધિ સાથે, સ્માર્ટ ઉપકરણો, ખાસ કરીને સ્માર્ટફોનની માંગમાં અનેક ગણો ઉછાળો જોવા મળ્યો છે. આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ તરફથી સ્માર્ટફોન ઈન્સ્યોરન્સ સોલ્યુશન ફોન અને તેની સ્ક્રીનને અકસ્માતો અથવા લિક્વિડ સ્પીલને કારણે થતા નુકસાન સામે નાણાકીય રક્ષણ પૂરું પાડે છે. આ સ્માર્ટફોન વીમાના ભાગ રૂપે, ગ્રાહકો પોલિસીના સમયગાળા દરમિયાન બે દાવાઓ સુધી ફાઇલ કરી શકે છે, અને તેમાં મફત પિકઅપ અને ડિલિવરીનો પણ સમાવેશ થાય છે, જે તેને બજારમાં એક અનન્ય ઓફર બનાવે છે.

માસિક રૂ. 1299 થી શરૂ થતા પ્રીમિયમ સાથે, ગ્રાહકો તેમના સ્માર્ટફોનની ખરીદ કિંમતની સમકક્ષ વીમા રકમ મેળવી શકે છે. રૂ.10,000 થી રૂ. 100,000 ની વચ્ચેની કિંમતનો સ્માર્ટફોન ખરીદ્યાના દસ દિવસ સુધીમાં ગ્રાહકો આ વીમો જાતે જ ખરીદી શકે છે. સ્માર્ટફોનની વિગતો સબમિટ કર્યા પછી, ઉપકરણની ચકાસણી વિના વીમો આપમેળે ઈશ્યુ કરવામાં આવે છે. મહામારી દરમિયાન સ્માર્ટફોનને કારણે જોડાઈ રહેવામાં જે મદદ મળી છે તેને જોતાં આ ઉપકરણ વીમો વ્યક્તિઓ માટે પહેલા કરતા વધુ ફાયદાકારક બનશે.

આ રજૂઆત વિશે ટિપ્પણી કરતા, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સંજીવ મંત્રીએ જણાવ્યું હતું કે, “ભારતમાં હાલમાં 750 મિલિયનથી વધુ સ્માર્ટફોન વપરાશકર્તાઓ છે અને આ સંખ્યા 2026[1] સુધીમાં એક અબજ સુધી પહોંચવાની સંભાવના છે, જે વધતી જતી તકો અને સ્માર્ટફોન વીમા જેવા ઉત્પાદનની વિશાળ સંભાવનાનું પ્રતિનિધિત્વ કરે છે. અમે એરટેલ પેમેન્ટ બેંક સાથે પ્રોટેક્શન પ્લાન ઓફર કરવા માટે ઉત્સાહિત છીએ જે ગ્રાહકોને તેમના સ્માર્ટફોનને આકસ્મિક નુકસાન અથવા ચોરીના કિસ્સામાં વધારાની સુરક્ષા પ્રદાન કરશે અને તેમને આવી વીમા પોલિસી પસંદ કરવા માટે પ્રોત્સાહિત કરશે.”

એરટેલ પેમેન્ટ્સ બેંકના ચીફ ઓપરેટિંગ ઓફિસર ગણેશ અનંતનારાયણે જણાવ્યું હતું કે, “આજના ડિજિટલ યુગમાં સ્માર્ટફોન એ આપણી જીવાદોરી છે. કનેક્ટિવિટીથી લઈને ફોટોગ્રાફીથી લઈને બેંકિંગ સુધી, સ્માર્ટફોન આજે આપણને વર્ચ્યુઅલ રીતે કોઈપણ બાબતમાં મદદ કરે છે. તેની સમારકામની કિંમત સામાન્ય રીતે ખૂબ ઊંચી હોય છે, અને તેથી આપણે તેને શરૂઆતથી જ સુરક્ષિત રાખવાની જરૂર છે. આ સ્માર્ટફોન વીમો ઓફર કરવા માટે અમે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઈન્સ્યોરન્સ સાથે ભાગીદારી કરીને આનંદિત છીએ.

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ લાખો ગ્રાહકોને તેમની વૈવિધ્યસભર જરૂરિયાતોને આધારે વ્યક્તિગત અને સરળ વીમા યોજનાઓની પસંદગી ઓફર કરવામાં મોખરે છે. આ ઉદ્દેશ્ય સાથે, કંપની તેના ગ્રાહકો માટે નવીન સહયોગ અને ટેકનોલોજી-સક્ષમ સામાન્ય વીમા સોલ્યુશન્સ રજૂ કરી રહી છે.

વપરાશકર્તા અનુભવને તેના મૂળમાં રાખીને, કંપની ટેક-આધારિત સોલ્યુશન્સ પણ ઓફર કરે છે જેમ કે ‘‘IL TakeCare એપ’ જ્યાં ગ્રાહકો પોલિસી ખરીદી શકે છે, દાવાઓનું સંચાલન કરી શકે છે અને પોલિસીને સરળતાથી રિન્યૂ કરી શકે છે. વધુમાં, કંપની તેના ગ્રાહકોને તેમની સુવિધા અનુસાર વિવિધ ચેનલો દ્વારા વીમો ખરીદવાનો વિકલ્પ આપે છે. વધુમાં, તે મશીન લર્નિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને રોબોટિક્સ સહિતની અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરવા માટે પ્રતિબદ્ધ છે, જેથી ગ્રાહક સેવા, પોલિસી રિન્યુઅલ, ક્લેમ સેટલમેન્ટ વગેરેને સરળ બનાવી શકાય, જેથી ગ્રાહકોને શ્રેષ્ઠ કક્ષાની વીમા સુરક્ષા ગમે ત્યાં અને ગમે ત્યારે કોઈ પણ કડાકૂટ વગર મેળવવામાં સરળતા રહે.

સૂચિત્રા આયરે


Share

Related posts

પઠાણની બોક્સ ઓફિસ પર પહેલા જ દિવસે ધૂમ, કમાણીનો આંકડો ચોંકાવનારો

ProudOfGujarat

એક હજાર વર્ષમાં સૌથી ભયાનક પૂરનો સામનો કરતુ ચીન, દ્રશ્યો રૂંવાટા કરશે ઉભા.

ProudOfGujarat

ભરૂચ તાલુકાના હિંગલ્લા – કુવાદર ગામ વચ્ચે બાવળનું વૃક્ષ ધરાશાયી થતાં વાહન વ્યવહારને અસર…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!