ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઠંડકવાળા સ્થળે પહોંચવા માટે અનેક નદીઓ અને તળાવોમાંથી મગરો બહાર નીકળતા હોવાના અવારનવાર કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે, ભૂતકાળમાં પણ ભરૂચની નર્મદા નદીના કેટલાક કાંઠા વિસ્તારોમાં મગર દેખાયાની ઘટનાઓ સામે આવી હતી, ત્યારે જંબુસર તાલુકામાંથી વધુ એક ઘટના સામે આવી છે, જ્યાં ગામ તળાવ પાસેથી મગર ઝડપાયો હતો.
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવા ગામ ખાતે આવેલ તળાવ પાસેથી ગત રાત્રીના સમયે પાંચ ફૂટ લાંબા મગરને વન વિભાગની ટીમે રેસ્ક્યુ કરી તેને પાંજરે પુરી સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવ્યો હતો, કાવા ગામ તળાવ પાસે અચાનક મગર નીકળતા એક સમયે ગ્રામજનોમાં ફફડાટની લાગણી છવાઈ હતી, જોકે સ્થાનિકોની સતર્કતાના કારણે મગરનું રેસ્ક્યુ વન વિભાગે કર્યું હતું, તળાવ પાસેથી મગર પકડાવવાની બાબત ગામમાં પ્રસરતા મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો તેમજ ગામ તળાવમાં હજુ પણ કેટલાય મગરો છે કે કેમ તેવી બાબતો અંગેની ચર્ચાઓ ગામમાં ટોક ઓફ ધી ટાઉન બની હતી.
હારૂન પટેલ