Proud of Gujarat
FeaturedGujaratINDIA

CSR એક્ટિવીટી હેઠળ નાંદોદના લાછરસ ગામે તળાવ ઉંડુ કરવાની કામગીરીનો પ્રારંભ.

Share

નર્મદા જિલ્લાને એસ્પિરેશનલ જિલ્લો જાહેર કરાયેલ છે, જિલ્લા કલેક્ટરના પ્રયાસો અને JCB ઈન્ડીયા લિમિટેડ એસોશિએટના વાઇસ પ્રેસિડેન્ટ જશવંતસિંઘના સહયોગ થકી CSR એક્ટિવીટી હેઠળ નાંદોદના લાછરસ ગામના તળાવને ઉંડુ કરવાના ભાગરૂપે રૂા.૨૬.૯૬ લાખ મંજૂર કરાયાં છે. જે કામનો વિધિવત પ્રારંભ કરાયો છે.

લાછરસ ગામે તળાવ ઉંડુ કરવાના કામની સાથે તળાવમાંથી કાઢવામાં આવતી માટી થકી તળાવના ચારેય બાજુની પાળીઓ બનાવી તળાવના મજબૂતીકરણ માટે ઉપયોગી બની રહેશે. તળાવ પર બાકડા, તળાવની પાળ ઉપર વૃક્ષારોપણ સહિતની અલાયદી સુવિધાઓ સાથે તળાવનું નવીનીકરણ થશે. અંદાજે આ તળાવમાં ૩૫,૮૦૦ હજાર ક્યુબીક મીટર પાણીની વૃધ્ધિ થવાથી જળ સંગ્રહ શક્તિમાં પણ વધારો થશે. તેની સાથે આ કામો દ્વારા જળ સંચયનો વ્યાપ વધશે જેનાથી ભૂગર્ભ જળસ્તર ઉંચા આવશે. પાણીનો બગાડ ઘટવાની સાથોસાથ સિંચાઇ વ્યવસ્થા સુદ્રઢ બનશે અને ઉપલબ્ધ જળનો મહત્તમ લાભ પણ લોકોને મળી રહેશે.

નાંદોદ તાલુકાના લાછરસ ગામે ગામ તળાવ ઉંડુ કરવાની કામગીરી JCB મશીન દ્વારા પુરજોરમાં ચાલી રહી છે. આ તળાવ પાસેની પાળીને કાપી તળાવ ઉંડુ કરવાથી પાણીનો ભરાવો પણ વધશે અને તેનાથી આજુબાજુના ખેતીકરતા ખેડૂતોને તેનો સીધો ફાયદો થશે. આ કામ અંદાજીત તા.૩૧ મી મે, ૨૦૨૨ સુધીમાં પૂર્ણ કરાશે.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

ભરૂચ : વાલીઓ પાસે મતદાન કરાવવા વિદ્યાર્થીઓનો સંકલ્પપત્ર અપાયા.

ProudOfGujarat

માંગરોળ : લુવારા ગ્રામ પંચાયતની ચૂંટણી અદાવતમાં માર મારવાની ધમકી આપનારા ચાર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ.

ProudOfGujarat

ભરૂચ : દિવાળી નજીક છતાં ઝઘડીયા તાલુકાનાં બજારોમાં મંદીથી વેપારી વર્ગ ચિંતિત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!